________________
પs
નિર્ણય આવ્યાનું જાહેર કરે તથા પાનાની સંખ્યા જાહેર કરે અને વિષય જાહેર કરે એ બધું વૈદ્યની તટસ્થતા તુટી હોય તો જ બને અને તમારા બેભાને અવગણવાથી જ બને,
અને તેથી જ તેનું લખાણ માન્ય ન રાખવા તારથી જણાવ્યું હતું. વૈદ્ય અહિં ખુલાસો કરવા તૈયાર થાય અથવા તેની ઉપર ચર્ચાની છુટ રહે તો વૈદ્યનું લખાણ કાર્યદશાને ફરશે અગર અન્ય તટસ્થ પંડિત કે પંડિતો પાસે એક બેઠકે ફેર તપાસાવી નિર્ણય કરાવાય.
- તમારા માનસિક બેજામાં વધારો થાય છે એમ જાણવા છતાં આ કરવું જરૂરી ગણું લખ્યું છે.
આનન્દસાગર, તા. ક: ૧ હામા પક્ષવાળાએ આ પક્ષને પંદર દિવસ સુધી પંચાવન પ્રશ્નો પૂછીને ઉત્તરે લીધા છતાં ઉત્તરે આપવાની તમારા સમક્ષ ના પાડી છતાં તમે સમતલપણું જાળવ્યું.
૨ સામાપક્ષે પિતાનું હાલસોલપણું જણાવ્યા છતાં પિતાના તરફથી ત્રણ આચાર્યોને લાવવાની વાત મૂકી તે પણ તમે કબુલ કરી,
૩ અરસ-પરસ સહી થઈ અને કેલકરાર થયા પછી રહામા પક્ષે બીજા આચાર્યોની સંમતિની વાત ઉભી કરી તેને પણ તમે રસ્તો કાઢો.
જ તટસ્થને પાલીતાણા લાવ્યા ત્યાં સુધી તેનું નામ તમારા કુટુમ્બીઓને પણ ન જણાવતાં બરાબર ગુપ્તતા જાળવી.
૫ પાલીતાણું લાવવામાં, ખુલાસાનું સ્થાન ગોઠવવામાં અને ખુલાસો કરાવવામાં ખરેખર દુરન્દશીથી કામ લીધું છે.
આ વિગેરે તમારા બુદ્ધિ અને તટસ્થતાનાં કાર્યો તે અનુમોદના કરવા લાયક છે જ સર્વે કુટુંબને ધર્મલાભ.
આનન્દસાગર, (૨)
કપડવંજ જેઠ વદી ૧૨ તા. ૨૯-૬-૪૩ આનંદસાગર
અમદાવાદ મળે દેવગુરૂભક્તિકારક, સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈ યોગ્ય ધર્મલાભપૂર્વક લખવાનું કે-તમે આ કામ શાતિની ઈચ્છાએ હાથ ધર્યું છે એ ખરું છે. હું માત્ર છાપાના લખાણથી આ નિર્ણય ઉપર આવ્યો નથી પણ આ નિર્ણય ઉપર આવવાનાં અનેક કારણે છે. આ કામની ગંભીરતા તમે સમજ્યા છે. પણ તટસ્થ મુદ્દલ સમજી શકયા નથી. જે સમજી શકયા હોત તો આવા પ્રચારની ગંધ પણ ન હેત.
જે તટસ્થતા ન ચુકાઈ હતી તે તમને સંપાય તે પહેલાં તમારી આજ્ઞા સંમતિ કે જાહેરાત વિના આટલા પાનાનું, અમુક વ્યક્તિ તરફનું, ને અમુક પ્રકારનું આવી આવી વસ્તુ બહાર આવી જ કેમ?
નિર્ણય આવ્યા પહેલાં પેપર, તાર, ટપાલ, અને તે પક્ષના ગણાતા મનુષ્યોનાં કથન વગેરે જે થયાં તે ઉપરથી તટસ્થની તટસ્થતા તુટી જ છે. એ કથન મહે વતુરૂપે જણાવેલ છે પણ આક્ષેપ રૂપે જણાવેલ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org