________________
કે પડનાર ચૂકાદે સત્યથી રહિત આક્ષેપ પૂર્ણ અને સમાજને લાંછનરૂપ છે, ને તે ચૂકાદાને ઉપર જણાવેલ પૂજ્ય આચાર્યો, પૂજ્ય સાધુ સમુદાયે અને પૂજ્ય અનેક સંઘ સમૂહેઓ સ્વીકાર્યો નહિ હોવાથી કેઈ તેવા ખોટા ચૂકાદાથી ભરમાશે નહિ.
અમદાવાદ ) તા. પ-૧૦-૪૩
શ્રી જૈન ધર્મ પ્રભાવક સમાજ.
અમદાવાદ )
આ હેન્ડબીલથી સ્પષ્ટ છે કે–3. વૈદ્યના નિર્ણયને પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજીએ નાકબુલ કરેલ છે. અને બીજા પૂ. આચાર્યોએ નિર્ણયના નામે જનતાને કોઈપણરીતે ન ભરમાવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પૂ. આચાર્યદેવ વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી. પૃ. ૫. કીર્તિમુનિજી, પૂ. આ. જયસિંહસૂરિજી વિગેરે અનેકોએ આ નિર્ણયને નહિં માનવાનું પૃથક્ પૃથક રીતે પણ જાહેર કરેલ છે.
છે. વૈદ્યના તિથિ નિર્ણય પછી પણ આ વિજયરામચંદ્રસૂરિ આદિ ત્રણ સમુદાય સિવાય ૪૧ પૂ. મુનિ સમુદાયોએ પ્રાચીન પ્રણાલિકા મુજબ જ પર્વારાધન કરેલ છે.
વિ. સં. ૨૦૦૦ માં ટીપણામાં મહા વદી ૦)) ને ક્ષય હતો ત્યારે શાસ્ત્રાનુલક્ષી પરંપરા મુજબ મહા વદી ૧૩ ને ક્ષય કરી મહા વદ ૧૪ તા. ૨૨-૨-૪૪ અને મહા વદી ૦)) તા. ૨૩-૨-૪૪ ના દિવસે પૂ. ૪૧ સાધુ સમુદાએ અને જૈન સંઘે આરાધી હતી. આ પ્રમાણે આરાધના કરી વૈદ્યના નિર્ણયને સકલ સંઘે આચરણ અને માન્યતાથી અમાન્ય ગણ્યો હતો.
આ ઉપરાંત તિથિ નિર્ણય પછી પણ પૂ. આચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના ફેટાવાળાં પૂ. આ. વિજયવલ્લભસૂરિજીના ફોટાવાળાં, ગુરૂકુલ, પ્રસારક સભા, આત્માનંદ સભા, બાલાશ્રમ, ઊંઝા ફાર્મસી, એમ. વાડીલાલ વિગેરે અને કોએ પૂર્વપ્રમાણેનાજ પક્ષવૃદ્ધિ વિનાનાં પંચાગ કાઢયાં હતાં. અને તે પંચાંગ મુજબ પર્વતિથિનું આરાધન કરી વૈદ્યના નિર્ણયને અવગણ્ય હતે.
ડો. વિઘના તિથિ નિર્ણય પછી અમદાવાદના ઉપાશ્રીએ પ્રાચિન પ્રણાલિકા મુજબ આરાધન કરવાની કરેલ જાહેરાત
પર્વાનુષ્ઠાન વિષયક પ્રતિક્રમણ પૌષધ વિગેરેની આરાધનાના સાર્વજનિક સ્થાનો ઉપાશ્રયે છે. તે ઉપાશ્રયમાં ડો. વૈદ્યના નિર્ણય પ્રમાણે આરાધન નહિ થાય પરંતુ પ્રાચીન પ્રણાલિકા મુજબ થશે તે જણાવનારો નિર્ણય તેમના વહીવટદારોએ જે બહાર પાડ્યું છે. તે નીચે મુજબ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org