________________
ડે. પી એલ વૈદ્યના પત્રને અનુવાદ જૈનજનતા સાવધ રહે એ મથાળા પૂર્વકનું તમે પ્રગટ કરેલ હેન્ડબીલ અમે જોયું છે. તેમાં પાંચમા પેરેગ્રાફમાં તમે જે કહ્યું કે અમારા વડે “સૂર્યપ્રકૃતિ-નિશીથ-દશાશ્રુતકલ્પ લેકપ્રકાશ વિગેરે શાસ્ત્રોને પ્રામાણ્યને સહન કરાતું નથી)” તથા “જાનિ શાસ્ત્રા' એ પ્રમાણેના શબ્દવડે સર્વ જૈનશાસ્ત્રો અમારાવડે શાસ્ત્રાભાસ કહેવાય છે તે અમારા નિર્ણયપત્રમાં આપે કયાં જોયું તે કૃપા વડે પૃષ્ઠ પંક્તિ નિર્દેશપૂર્વક દેખાડશો એ પ્રમાણે મારી વિજ્ઞપ્તિ છે.
અમારો નિશ્ચયપૂર્વક અભિપ્રાય છે કે તમોને સંસ્કૃતભાષાને ઘણો જ સ્વલ્પતર પરિચય છે, તમારે શાસ્ત્રીય સંસ્કૃતભાષા સાથે સ્થૂલ પણ પરિચય નથી જેને લઈને પત્રિકામાં આ પ્રમાણે તમે અસત્ય જણાવો છો આમ હોવાથી તમારે થોડા વખતમાં પ્રસિદ્ધ થતા ગુજરાતી અનુવાદનું પરિશીલન કરવું એજ કલ્યાણકારી છે એમ અમારું માનવું છે.
તે અનુવાદના પરિશીલન પછી આપને જણાશે કે અમારાવડે સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ ગ્રંથના પ્રામણ્યનો કોઈ પણ ઠેકાણે તિરસ્કાર કરાયો નથી અને તેઓને શાસ્ત્રભાસ કહ્યાં નથી, સ્વેચ્છાએ સર્વવિરતિ વ્રતને સ્વીકારનાર તમારા સરખા જે બીજા મહાવ્રતની આ પ્રમાણે સમજ પૂર્વક આશાતના કરે તો બીજા શ્રાવાની શી વાત કરવી એ પણ મનમાં વિચારવું જોઈએ. તમારા સર્વવિરતિવ્રતભંગને સર્વજનસમક્ષ સત્ય અર્થને જણાવતી પત્રિકારૂપ પ્રતિક્રમણવડે પ્રગટ કરશો એમ હું વૈદ્ય પરશુરામ શર્મા આશા રાખું છું.
મોકલનાર ડોકટર પી. એલ. વૈદ્ય
વાડીયા કોલેજ પૂના નોંધ-આ પત્રમાં પહેલો પેરેગ્રાફ લખી ડો. પી. એલ. વૈદ્ય | પં. કીર્તિમુનિજીના હેન્ડબીલને પાંચમા પેરેગ્રાફમાં
વારિ સૈઃ શાસ્ત્રાગુત્તરવરતાર તેવાં બાનાવ વઘં સહામ” લખેલ પંક્તિ જે “સૂર્યપ્રજ્ઞપ્તિ નિશીથ દશાશ્રુતસ્કન્ધ લોકપ્રકાશ વિગેરે શાસ્ત્રોના પ્રામાણ્યને સહન કરતા નથી તેમ જણાવે છે તે પંક્તિ મારા નિર્ણયપત્રમાં કયા પાને અને કઈ પંક્તિમાં છે તે જાણવા માગે છે.
- ૨ તેમજ પૂ. પં. કાર્તિમુનિજીના પાંચમા પેરેગ્રાફમાં લખાયેલ “વન શાસ્ત્રના પશુપચાતાનિ તાનિ ફાસ્ત્રમાણાજેત” “એ પ્રમાણેના શબ્દ વડે સર્વ જૈનશાસ્ત્રો અમારા વડે શાસ્ત્રાભાસ કહેવાય છે તે અમારા નિર્ણયને પત્રમાં કયા પાને અને કઈ પંક્તિમાં છે તે જાણવા માગે છે.
આ ઉપરથી ડૉ. પી. એલ. વૈદ્ય કહે છે કે–ચાર તૈઃ શાસ્ત્રાગુgીતાનિ પદ સૂર્યપ્રજ્ઞપ્તિ વિગેરેનું અપ્રામાણ્ય કરાવે છે અને
ચાને રાહ્મણ સમુતાનિ' પદ સર્વ જૈનશાસ્ત્રોને શાસ્ત્રભાસ કહે છે પણ તે અમારા નિર્ણયપત્રમાં હોય તે જરા પૃષ્ઠ પંક્તિ પૂર્વક બતાવે. અર્થાત્ આ પહેલો પેરેગ્રાફ લખતાં વૈદ્ય મહાશયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org