________________
૧૦૭ માનીને ચાદશનું આરાધન કરે છે અને અહિં પૂનમ કે અમાવાસ્યાની સંજ્ઞાને અભાવ કરીને ચાદશ બને છે. હવે જે પ્રસંગ વિના આ પાઠને જ્યાં ત્યાં ઘટાવવામાં આવે તો આઠમ પછી નામની ઘડીમાં પણ આઠમ માનવાની રીતિમાં ઘટાવવો પડશે અને તેમ થતાં સર્વ અવ્યવસ્થા થશે.
આથી આ તીજ સુદામાં વિનષ્ટ કાર્યના ભાવિકારણની વાત વસ્તુને સમજ્યા વિના લખવામાં આવી છે કારણકે એક દીવસે બે પર્વ કરનાર તેઓને કાર્યકારણુભાવ બતાવવાનું રહેતું નથી.
નવમા મુદ્દામાં “આથી પૂનમ અમાસની વૃદ્ધિએ નપુંસક એવી પ્રથમ પૂનમ અમાસે પાક્ષિક પર્વ અને ભા. શુ. પની વૃદ્ધિએ નપુંસક એવી ભા. શુ. પ્રથમ પંચમીએ સાંવત્સરિક પર્વ માનવા આરાધવાનું આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીનું મંતવ્ય શાસ્ત્રથી સર્વથા વિરૂદ્ધજ પુરવાર થાય છે”
(૨. પક્ષ પૃ. ૧૦૩) આ પ્રમાણે જણાવી આ. વિજયરામચંદ્રસૂરિજી “પુ વિષયો” પાઠ રજુ કરે છે. તે પાઠમાં “વૃદ્ધિતિથિમાં પહેલી તિથિ તે તિથિથી અંકિત કાર્ય કરવા માટે નપુંસક ગણવામાં આવી છે. હવે જે શાસ્ત્રાનુસારી પ્રાચીન પ્રણાલિકાને અનુસરનાર વર્ગ પ્રથમ પૂનમે કે અમાવાસ્ય એ પૂનમ કે અમાવાસ્યાનું કાર્ય કરે તે આ પાઠનું સાફલ્ય છે. પરંતુ શાસ્ત્રાનુસારી પ્રણાલિકાને અનુસરનાર વર્ગ પ્રથમ પૂર્ણિમા કે અમાવસ્યાએ પૂનમ અમાસનું કાર્ય કરતા નથી પણ તે પ્રથમ પૂનમ કે અમાવાસ્યાને શાસ્ત્રની રીતિએ ચિદશ બનાવી ચદશનું કાર્ય કરે છે એટલે અહિં વિરામચંદ્રસૂરિએ નપુંસક તિથિમાં કઈ પર્વ તિથિનું કાર્ય ન થાય તેને આધાર રજુ કરવું જોઈએ. કારણ કે તે પાઠમાં જણાવ્યું છે કે
ત્તરન્નામતભેર પ્રથમા તિથિઃ પ્રથમ મા ચા ૨ સમર્થ = gar સર્વેદ ” “તે તે તિથિના નામથી અંકિત કાર્યોમાં પ્રથમતિથિ અને પ્રથમ માસ સમર્થ નથી. પરંતુ સર્વ કાર્યમાં અસમર્થ નથી.”
આથી જે પાઠ તેમણે રજુ કર્યો છે તે પાઠ પ્રથમા તિથિ તે તિથિથી અંકિત કાર્યના નિષેધ માટે છે પણ બીજા કાર્યને નિષેધ માટે નથી. નપુંસક અપત્યજનમાં નિરર્થક છે છતાં યુદ્ધાદિકકાર્યમાં નિરર્થક નથી હોતા તે વાત સર્વ પ્રસિદ્ધ છે. આ ઉદાહરણને બદલે તેમણે જે નપુંસક પિતાની સ્ત્રીને....' વિગેરે લખ્યું છે તે ખુબજ હાસ્યાસ્પદ અને બુદ્ધિહીન છે.)
આ રીતે નવમા મુદ્દામાં રજુ કરેલ શાસપાઠ શાસ્ત્રાનુસારી પ્રાચીન પ્રણ લિકાને મુદ્દલ વિરોધ કે રામચંદ્રસૂરિજીની માન્યતાનું સમર્થન નથી કરતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org