________________
તેને માટે “સિરિઝ પ્રાણ પ્રથાસ્થાનાથ......” સુધી પાઠ તેમના સમર્થનમાં રજુ કરવામાં આવ્યું છે. ખરી રીતે આ પાઠનું સાફલ્ય છે ત્યારે ગણાય કે ટીપણામાં પૂનમ અમાસાદિ કેઈપણ પર્વની ક્ષયવૃદ્ધિ પ્રસંગ ન હોય અને ઉદયતિથિને ન માનવામાં આવતી હોય તો આ પાઠ માં જણાવેલ આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ, વિરાધના વિગેરે દોષ લાગે. અર્થાત તેમણે મુકેલ પાઠ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન હોય તેવા ઉત્સર્ગ પ્રસંગ માટે છે. પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગે કેમ કરવું તે રૂપ અપવાદ પ્રસંગ માટે તેજ ગ્રંથમાં તે પાઠની આગળ
ક્ષ પૂa તિથિ: જા વૃદ્ધી થાળ તથા પાઠ છે. અને જે પાઠને અનુસરી શાસ્ત્રાનુસારી પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ થાય છે. પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગરૂપ અપવાદ પ્રસંગે ઉત્સર્ગ રૂપ વચન રજુ કરવું અને તેજ ગ્રંથમાં રહેલ અપવાદની વ્યવસ્થાના શાયવચનને જતું કરી શાસ્ત્ર પાઠ આગળ ધર તે સામાન્ય માણસને ભ્રમમાં નાંખવાના કારસ્થાનરૂપ છે. એટલે પ્રથમમુદામાં તેમણે પક્ષય વૃદ્ધિ પ્રસંગે પણ ઉદયતિથિનેજ ગ્રહણ કરવી તે પાઠ રજુ કરવો જોઈતો હતો પણ તે પાઠ તેમાં નથી. તેથી પ્રથમ મુદ્દો નિરર્થક બને છે.
- ત્રીજા મુદ્દામાં આ પાઠથી પણ એજ સૂચિત થાય છે કે-પહેલી પૂનમ અગર પહેલી અમાસે ચિાદશ માનવી. આદયિક ચૌદશે કપિતપણે બીજી તેરશમાનવી એ વિનષ્ટ કાર્યનું ભાવિ કારણ માનવાના દોષને પાત્ર બનવાનું જ કાર્ય છે.” [રા પૃષ્ઠ ૫૭ આ પ્રમાણે જણાવી આ. વિજયરામચંદ્રસૂરિજીએ ઝવઘુ ઉત્તરમચંfમ... અદ્યાવિહૃવ પ્રતિ જાળાથે પાઠ રજુ કર્યો છે.
આ પાઠ તત્તરંગિણીમાં પૂ ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી મહારાજે ખરતરગચ્છવાળાઓ ચાદશના યે તેરશે ચિાદશ કરવી જોઈએ છતાં પૂનમે ચૌદશ કરતા હતા તેની અસંગતતા દેખાડવા માટે રજુ કર્યો છે. આ પાઠ શાસ્ત્રાનુસારી પ્રાચીન પ્રણાલિકાને અનુસરનાર વર્ગ પ્રથમ પૂર્ણિમાએ કે પ્રથમ અમાવાસ્યાએ પૂનમ કે અમાસ માની ચતુર્દશી કરતો હોતતો કાર્ય કારણનું અસંગતપણું થવાથી સફલ થાત, પણ તેઓ તો સૂર્યોદય વખતે અમુકઘડી આઠમ પછી તેમની ઘડીઓની શરૂઆત હોવા છતાં પૂર્વાચાર્યોની વ્યવસ્થાને અનુસરી આ દિવસ આઠમ માની આઠમ પર્વ આરાધે છે. તેવી રીતે પર્વના પરિ. સંખ્યાનને જાળવવા પૂર્વાચાર્યોની જણાવેલી પદ્ધતિ મુજબ પ્રથમ પૂર્ણિમા કે અમાસને ફોક કરી તે દીવસને ચાદશ બનાવી ચાદશ કરે છે,
એટલે ત્રીજા મુદ્દામાં રજુ કરેલ તત્ત્વતરંગિણકારને ખરતરગચ્છને ઠપકા માટે અપાયેલ પાઠ શાસ્ત્રાનુસારી પ્રણાલિકાને અનુસરનાર વર્ગની સામે ન જાણી શકાય. કારણકે અહિં તેનું સામ્યજ નથી. ખરતરગવાળા પૂનમને પૂનમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org