________________
પરિશિષ્ટ ૧ ડૉ. પી. એલ. વૈદ્ય સમક્ષ થયેલ માખિક પૃચ્છા
પહેલે દિવસસ્થળ પાલીતાણે. ઠે. મેદીને બંગલ. ટાઈમ બપોરના નવા ચાર વાગે શરૂ. સં. ૧૯૯૯ મહા વદિ અમાવાસ્યા.
નેધકાર -પૂ. પં. શ્રીચંદ્રસાગરજી મહારાજ સરપંચ તરીકે પી. એલ. વૈદ્યને સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈ લાવ્યા હતા. શરૂઆતમાં તેમની ઓળખાણ માટે તેઓશ્રીએ તેમના પ્રકાશન કરેલા ગ્રંથનું હેન્ડબીલ મને (ચંદ્રસાગરજીને) અને શ્રીચરિત્રવિજયજીને દેખાડવામાં આવ્યું હતું. ત્યારપછી વિચાર વિનિમય શરૂ થયે.
વિચાર વિનિમય શરૂ થયા પહેલાં સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈએ પિતાના વિચારો અને અનુભવ જે શબ્દમાં પ્રગટ કર્યા હતા તે શબ્દનો ભાવાર્થ નીચે મુજબ હતા.
સરપંચ લાવવાનું જે કામ મને સુપ્રત કર્યું હતું તે મુજબ સરપંચ લાવેલ છું. સરપંચની ઓળખાણ કરાવતાં મારે જણાવવું જોઈએ કે જૈનદર્શનના દશ ગ્રંથોના સંપાદનનું કાર્ય તેઓએ કરેલું છે. જેનદર્શનના શાસ્ત્રોને સામાન્યત: પરિચય છે એ મેં બીજાઓના સંસર્ગથી જાણેલું છે. વિશેષમાં મેં તેમને તિથિનો નિર્ણય લાવવા કહ્યું છે.
વિશેષમાં શરૂઆતમાં આપ બંને આચાર્યોને ભેગા કર્યા પછી કઈ રીતે શાસ્ત્રાર્થ કરે તે કાર્ય તમે બંનેએ પરસ્પર મળીને કરી લેવાનું છે, અને એ વાત પ્રથમથી નકકી થયેલ હોવાથી લેવડદેવડ સંબંધીની મારી જવાબદારીમાંથી હવે હું મુક્ત થએલ છું. વિશેષમાં એક વાત મારે સ્પષ્ટ રીતે જણાવવી જોઈએ કે પચીસ વર્ષથી જાહેર જીવનમાં આવ્યા પછી હું પક્ષપાત કરું છું એવું મારેમાટે કઈ કહી શકે તેમ નથી, તેમ આક્ષેપ પણ કરી શકે તેમ નથી, છતાં મારા ઉપર શ્રીરામચંદ્રસૂરિજીએ પ્રતિવાદને પ્રતિવાદ મોકલવા સંબંધી દબાણ કરવાપૂર્વક પત્રાદિકારાએ ભલામણ કરવી તેમજ તમે કબુલ કરેલ છે
એ યાદ દેવરાવવા પૂર્વક કહેવું તે તદ્દન અનુચિતજ છે. કારણકે હું આ વિષયમાં કંઈ પણ નેંધ રાખતું નથી અને રાખવાને નથી. છતાં આ આક્ષેપ અસ્થાને
* 3. પી. એલ. વૈદ્ય સમક્ષ બન્ને આચાર્યોની પૃચ્છા થઈ તે વખતે હાજર રહેલ પૂ. પં. ચંદ્રસાગરજી મહારાજે જે ઉતારેલ તે મુજબ અક્ષરશ: તેમની નેંધ પ્રમાણે આપેલ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org