________________
૧૦૮ ખરી રીતે અહિં તેમણે પણ પાઠ રજુ કરે જોઈએ કે “નપુંસક તિથિ કેઈ પણ પતિથિના કામમાં ઉપયુકત ન જ બને” પણ તેવું ન” રજુ કરતાં જ્યાં ત્યાંથી સંગત વિન શાસપાઠને નામે અસંગત વતુ રજુ કરી છે.
જે નપુંસકતિથિ કેઈપણ પવિત્ર કાર્યમાં કામ ન આવે એ જ વિજ્યરામચંદ્રસૂરિજીને આગ્રહ હોય તો પર્યુષણામાં ટપણાનુસાર એ અમાસ અને ભા. શું. જો કે ત્રીજને ય હાય તો વિજયરામચન્દ્રસૂરિજી પહેલી અમાવાસ્યાએ ઉપધર જેવું પવિત્રકાર્ય આજ સુધી કરે છે તેનું શું થાય ? તે ખુબ જ વિચારવા યોગ્ય છે.
ચૌદમા મુદ્દામાં આચાર્ય વિજયરામચંદ્રસૂરિએ જણાવ્યું છે કે
જે પર્વતિથિને ક્ષય આવ્યો હોય તે પર્વતિથિની પૂર્વની તિથિ જે પર્વતિથિ હોય તો પૂર્વની તે પર્વતિથિના દિવસે બનેય પર્વતિથિઓના આરાધક બની શકાય અને એજ રીતિએ જે એક દિવસે જેટલા પર્વોની એગ થઈ જતે હોય તે સર્વ પના પણ તેજ એક દીવસે આરાધક બની શકાય.
(રા. પક્ષ પૃ. ૧લ્ડ ) પરંતુ આ માટે તેમણે ૧ એક દિવસે એકથી વધુ પર્વોની આરાધના થાય અને ૨ પર્વતિથિનો ક્ષય આવ્યું હોય ત્યારે તેનાથી પૂર્વની પર્વતિથિએ બન્ને પર્વતિથિઓના આરાધક બની શકાય તેને સ્પષ્ટ પાઠ, આધાર કે દલીલ રજુ કરવી જોઈએ. પણ અહિં તેમણે મુદ્દલ શાસ્ત્રપટ વિગેરે આપેલ નથી.
આ ચૌદમે મુદ્દે આચાર્ય વિજયરામચંદ્રસૂરિએ પૂર્ણિમાના ક્ષયે ચૌદશે ચૌદશ પૂનમ બે પે કરે છે તેની સિદ્ધિ માટે રજુ કર્યો છે. ને જે મુખ્ય મતભેદરૂપ છે. પરંતુ તેને માટે સ્પષ્ટ કે અસ્પષ્ટ શબ્દોમાં પણ એકે આધાર રજુ કર્યો નથી.
પંદરમા મુદ્દામાં આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીએ જણાવ્યું છે કે—
“એક દિવસે બે પર્વતિથિઓ આવી જવા પામી હાય અગર એકથી વધુ પર્વોનો યોગ થઈ જવા પામયો હોય તે મુખ્ય પર્વના અનુષ્ઠાનમાં તેની અપેક્ષાએ ગૌણ પર્વોનાં અનુષ્ઠાનનો પણ સમાવેશ થઈ જ જાય.”
(૨. પૃ. ૧૧૦) આ લખી આ. વિજયરામચંદ્રસૂરિ પૂનમને ગૌણ અને ચૌદેશને મુખ્ય પર્વ જણાવવા માગે છે અને પૂનમના ક્ષયે મુખ્ય ચિદશમાં ગણ પૂનમ સમાઈ જાય છે તેમ કહેવા માગે છે. પરંતુ તેને માટે મુદ્દલ તે મુદ્દામાં સમર્થન આપનાર આધાર રજુ કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org