________________
તે તે માટે શાસ્ત્રવચન રજુ કરવું જોઈએ. પૂર્ણિમા અને કલ્યાણક તિથિમાં સમાનતા છે તે પર્વતિથિપણાને લઈને છે પણ ફરજીયાત પર્વતિથિપણાને લઈને તે તેમાં અસમાનતા છે.
આયુષ્યબંધનું અને ઉદયતિથિનું હાનું આગળ ધરીને લોકને આ નવા તિથિમતની પ્રરૂપણાથી મુંઝવવામાં આવે છે પણ તે અગ્ય છે. કારણકે પર્વતિથિએ આયુષ્યબંધને ઉલ્લેખ પ્રાયિક છે. તેમજ આયુષ્યબંધની ઘટના આજની પર્વતિથિએ ઘટી શકતી નથી. કેમકે આયુષ્યને બંધ ત્રીજે ભાગે થાય છે. ક્ષીણ વૃદ્વિતિથિમાં ત્રીજો ભાગ પૂર્ણપણે સચવાત નથી. આજે કેઈપણ રીતે આપણે કહી શકીએ તેમ નથી કે પ્રાચીન શાસ્ત્ર વિહિત અષ્ટમી આદિ તિથિએજ આજના લૌકિક ટિપ્પણાની પર્વતિથિ આવશે. આથી આજે આયુષ્યબંધના બહાના તળ ભકિક માણસને ખોટી રીતે જે આ. વિજયરામચંદ્રસૂરિ તરફથી ભેળવવામાં આવે છે તે કોઈપણ રીતે વ્યાજબી કે યોગ્ય નથી. - આ રીતે આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીએ પિતાના પચ્ચીસ મુદ્દા અને શાસ્ત્રપાઠમાં એક પણ શાસ્ત્રપાઠ એવો રજુ કર્યો નથી કે “એક દીવસે છે પર્વરાધન થાય, “એક દીવસે બે તિથિ વ્યપદેશ થાય.” આથી શાસ્ત્રવિહિત પરંપરામાં તેમણે સૂચવેલા ફેરફાર જૈન શાસનને ખુબ જ નુકશાનકર્તા છે.
( ૨ ). શાસ્ત્રાનુલક્ષી પરંપરાના સમર્થનમાં સાડાત્રણ વર્ષની આચારણાના આધારે ઉપરાંત ઘણુ ગ્રંથોના આધારે પણું પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય અને બારે પર્વ અખંડ રહેવાં જોઈએ તેને જણાવનારા છે. નીચેના પાઠ પર્વતિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવી તેને જણાવે છે. આ
૧ આચાર પ્રકk૫ ચૂર્ણિ, આચારદશાચૂર્ણિ પાઠ ૧૧-૧૨ ૨ શ્રી તવેતરંગિણી પાઠ ૧૩ ૩ હીરપ્રશ્ન. પાઠ ૧૪ ૪ દેવસુર પટ્ટક પાઠ ૧૫-૧૭ ૫ પં, દીપવિજયજીને કાગળ ૬ ૫, રૂપવિજયજીનો કાગળ. ૭ તિથિવૃદ્ધિ ક્ષય પ્રદીપ ગ્રંથના અનેક આધારે.
ઉપરના પાઠે સ્પષ્ટપણે પર્વતિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વઅપર્વતિથિના ક્ષયવૃદ્ધિને જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org