________________
૧૯
અહિં' સ્પષ્ટ શબ્દોમાં પૂનમ ગાણુ પર્વ છે અને તે મુખ્ય પર્વ ચાદશમાં સમાઇ જાય છે તેવા આધાર રજી કરવા જોઇએ અને પાક્ષિક પ્રતિક્રમણમાં પાક્ષિકના પ્રાયચ્છિત્તરૂપ ખાર લોગસ્સનો કાઉસ્સગ્ગ કર્યા છતાં ધૈર્વાસકના ચાર લેગસ વિગેરે કરવા પડે છે. પરંતુ મુખ્ય ગણાતા પાક્ષિકમાં જૈવસિકનો સમાવેશ કરવામાં નથી આવતે તેનું સમાધાન કરવું જોઈએ,
સોળમાં મુદ્દામાં આચાય વિજયરામચંદ્રસૂરિજી પૂર્ણિમાની ક્ષયવૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરી જોડીયા પર્વ રાખનાર પ્રાચીન શાસ્ત્રાનુલક્ષી પરંપરા પ્રમાણ વનારાઓને પ્રત્યાખ્યાનાદિ કપાયામાં આવી જનારા છે તેવું નીચેના શબ્દોમાં જણાવે છે.
“ પંદર રાત્રીદિવસ આદિના ઉલ્લધનથી પ્રત્યાખ્યાનાવરણીયાદિ કષાયેામાં આવી જવાનું થતું હેાત્રાથી પંદર રાત્રિદીવસ આદિના ઉલ્લધનને દોષપાત્ર ગણુાય તે પણ સ્વાભાવિક છે. '
આ સેાળમા મુદ્દાની વાત માટે પણ તેમણે મુદ્દલ આધાર આપ્યા નથી. અને તેમાં વસ્તુને અવળી રીતે રજુ કરી છે કારણ કે ૧પ-૧૨૦ અને ૩૬૦ દીવસનું થન તિથિઓના નામથી અપેક્ષાએ છે વારની ગણત્રીથી નથી. પ્રાચીન પક્ષ તેરસ કે પૂનમ માની ચૌદશ આદિ કરતા નથી પણ ચૌદશ માનીને જ ચૌદશ કરે છે એટલે તેમને દીનગણત્રીમાં ફેર પડતા નથી.
ચૌવીશમા મુદ્દામાં પ્રધાન અપ્રધાનની વાત રજુ કરી છે. પરંતુ ચૌદશ પ્રધાન પતિથિ છે અને પૂનમ અપ્રધાન છે તે માટે કાઇ આધાર કે દલીલ આપવામાં આવી નથી.
પચીસમા મુદ્દામાં વિજયરામચંદ્રસૂરિજી જણાવે છે કે “પૂર્ણિમાના ક્ષયે ચતુર્દશીએ જ ચતુર્દશી અને પૂર્ણિમા વિદ્યમાન હાય છે એટલે તે એકજ દીવસે બન્નેના આરાધક મનાય પૂર્ણિમાની યાત્રા તે દીવસે કરવી વ્યાજમી ગણાય.” ( રા. પૃ. ૧૨૩)
આ લખી પૂર્ણિમા ક્ષયે કાર્તિક સુદ ૧૫ ની યાત્રા, ચૌમાસી ચૌદશના દીવસે થાય તેમ જણાવ્યું છે. પરંતુ તેમ કરવાથી ચૌમાસી પ્રતિક્રમણ પહેલાં યાત્રા કરવી પડશે, ચૌમાસી પ્રતિક્રમણ પહેલાં પૂર્ણિમાદિકના વિહાર વિગેરે સર્વ અવ્યવસ્થા થશે. તેને માટે તેમણે મુદ્દલ વિચાર નથી કર્યા.
આમ છતાં તેમણે આ મુદ્દામાં જણાવેલ વસ્તુના સમન માટે ચૌમાસી ચૌદશ અને કાર્તિક પૂર્ણિમા એક દીવસે થાય. તેના આધાર રજુ કરવા જોઇએ પણ મુછ્યું આધાર આપવામાં આન્યા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org