________________
નથી એવી રીતે લખ્યું છે. તે વાત સાંભળીને શ્રીજી શાંતીસાગરજી સાહેબને મેટે વીચાર થયો છે કે દેવસુર ગ૭ના વર્તમાનના શ્રીજીને પદ પામ્યાને આસરે વરસ ૮ થયાં છે તેમાં આટલી બધી બુદ્ધિ પહોંચી કે સાગર ગચ્છના શ્રીજીએ પરગચ્છની સમાચારી કરી છે તે ખોટી આળ લગાવે છે તે તેમને લખવું વ્યાજબી નથી કારણકે તેમના ગુરૂ દેવેન્દ્રસૂરિજી હતા તે સાગર ગચ્છના શ્રીજી પાસે ભણ્યા છે ને સાગર ગ૭ના શ્રીજી સાહેબને ઉમર આશરે વરસ ૯રની થએલી છે. ને ઘણું શાસ્ત્રો જે આમાં આવ્યાં હશે એવા પાકી ઉમ્મરના વિદ્વાનને આવું જુઠું પરમાદનું કલંક આપતાં કાંઈ વિચાર નહી કીધે કે આથી પિતાની લઘુતા કાગળ વાંચનારાઓ કરશે ને શ્રીજી સાહેબ તે શાંતપણું રાખી તેમના અણુ વ્યાજબી લખવા ઉપર ધ્યાન ન રાખતાં લેકોને ભરમ મટાડવાને શાસ્ત્ર પ્રમાણે આ કાગળ લખી માલમ કરે છે કે પજુસણમાં અઠાઈના દીવસ નીચે પ્રમાણે કરવા.
શ્રાવણ વદ ૧૩ બુધ, અડાઈધર.
» વદ ૧૪ ગુરૂવારી ભાદરવા સુદ ૧ પહેલી શનીવારને દીવસે કપસૂત્ર વાંચવું. ભાદરવા સુદ બીજી પડેવે રવીવારે મહાવીરસ્વામીને જન્મ વાંચો. ભાદરવા સુદ ૪ બુધવારે સંવચ્છરી પડિકકમણું કરવું. આ રીતે શાસ્ત્ર મર્યાદા પ્રમાણે સકળ સંઘે પર્યુષણ પર્વ કરવાં શ્રેય છે.
વળી એક વિચાર કરવાને છે કે દેવસુર ગચ્છના શ્રીજીએ આ વર્ષમાં પડવે ફેરવીને તેરશ કરી છે તે વિષે શ્રી સંઘે ધ્યાન પહોંચાડવું કે હરકેઈ સાલમાં ભાદરવા માસ બે આવે ત્યારે પ્રથમ માસ અપ્રમાણ છે, તો તે શ્રીજીએ અપ્રમાણ માસની અમાસને દિવસે પ્રથમ કલ્પસૂત્ર વાંચવો જોઈએ નહી ને તે વખતમાં એમ નહી ફેરવે તે એમ સમજાય છે કે આ પજુસણની ચૌદશે એમનું કંઈ બગાડ્યું જણાય છે, નહી તે ચૌદશ ફેરવી તેરશ કરે નહી.
સંવત ૧૯૨૯ ને શ્રાવણ સુદ ૧૩ બુધવારે આ કાગળ અમદાવાદ યુનાઈટેડ પ્રીન્ટીંગ અને જનરલ એજન્સી કંપની લી.ના પ્રેસમાં રણછોડલાલ હીરાચંદ પાસે પં. વિમળસાગરજીએ છપાવી પ્રસિદ્ધ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org