________________
૧૦૦
૧ અહિં વિજયરામચંદ્રસૂરિ કહે છે કે– પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ પ્રસંગે તેરશની ક્ષયવૃદ્ધિ કરી ચૌદશ પૂનમ કરનાર પર્વલેપી છે. ૨ બીજી વાત એ રજુ કરે છે– જે પર્વ જે તિથિમાં નિયત હોય તે તિથિમાંજ તે પર્વને માનવું. પછી આગળ વિજયરામચંદ્રસૂરિજી આ પ્રમાણે જણાવે છે.
અહિં જે એમ કહેવાય કે–અમે અન્યતિથિની દિવસે પણ તે પર્વતિથિને માનીને જ તેના પર્વનું આરાધન કરીએ છીએ. તો એની સામે એમજ કહેવું પડે કે–તમે પર્વોનુષ્ઠાન કરવા છતાં પણ પર્વલોપના દેષને પાત્ર બનવા સાથે મૃષાવાદી પણ બન્યા.”
(રા. પૃ• ૪૭) ૩ અહિં વિજયરામચંદ્રસૂરિ પૂનમ અમાસની ક્ષચવૃદ્ધિ પ્રસંગે તેરશની ક્ષયવૃદ્ધિ કરી ટીપણાની તેરશને કે પ્રથમ પૂનમને ચૌદશના વ્યપદેશ પૂર્વક ચૌદશ કરનારને પર્વલેપી સાથે મૃષાવાદી કહે છે.
પર્વલેપી, મૃષાવાદી અને આજ્ઞાભંગ કરનાર આ પ્રમાણેના ત્રણ વિશેષણ સેંકડો વર્ષથી આચરનાર વર્ગને બીજા મુદ્દામાં જણાવ્યા મુજબ તેમણે તેમના વિવરણમાં પણ આપ્યાં છે. એટલે આ મુદ્દામાં પ્રાચીન પરંપરા કે જેને સ. ૧૨ સુધી તેઓ અને તેમના વડીલો અનસર્યા છે તે આ ત્રણ વિશેષણોને કઈ રીતે યોગ્ય છે તેને માટે શાસ્ત્ર આધાર આપવો જોઈએ.
હવે આ મુદ્દા સંબંધમાં પિતાની માન્યતા શી છે. તે વાત તેમણે નીચેના શબ્દમાં જણાવી છે.
આ. રામચંદ્રસૂરિજીની તિથિ માન્યતા આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે– જૈનશાસ્ત્રાધાર મુજબ ૧ જે દિવસે જે તિથિને ભગવટો સૂર્યોદયને સ્પર્શીને સમાપ્તિ પામતો હોય ૨ અગર સમાપ્તિને ન પામતું હોય તો પણ તે દિવસે તે તિથિ હોવાનું માનવું જ જોઈએ. ૩ આ ઉપરાંત જે દિવસે જે તિથિને ભગવટો સૂર્યોદયને સ્પર્શત ન હોય અને તેમ છતાં પણ સમાપ્તને પામતિ હોય પણ તે દિવસે તે તિથિ હોવાનું માનવું જોઇએ.” [રા પક્ષ પૃ૪૪૫]
ઉપરના પેરેગ્રાફમાં વિજયરામચંદ્રસૂરિજી તિથિની માન્યતા ત્રણ પ્રકારે દર્શાવે છે. ૧ વૃદ્ધિક્ષય પ્રસંગ ન હોય ત્યારે બને છે તે-જે દિવસે જે તિથિને ભેગવટે સૂર્યોદયને સ્પર્શીને સમાપ્તિ પામતો હોય તેને તિથિ કહે છે. ૨ વૃદ્ધિ પ્રસંગ હોય ત્યારે બને છે તે–જે દિવસે જે તિથિને ભેગવટે સૂર્યોદયને સ્પર્શત હેય પણ સમાપ્તિ તે દિવસે ન પામે તો પણ તેને તે તિથિ માનવી. ૩ ક્ષય પ્રસંગ હોય ત્યારે બને છે તે-જે દીવસે જે તિથિને ભેગવટે સૂર્યોદયને સ્પતે ન હોય પણ સમાપ્તિને પામતો હોય તે પણ તે દિવસે તે તિથિ માનવી.
આ પ્રકારની તિથિની માન્યતા તેમણે જે રજુ કરી છે તે માન્યતા જન. શાસ્ત્ર મુજબ, જૈનેતર શાસ્ત્રમુજબ કે પંચાંગની રીતિ મુજબ પણ સંગત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org