________________
૧૦૩ રામચંદ્રસૂરિજીએ બીજા મુદ્યામાં ઉપસ્થિત કરેલ તિથિની વ્યવસ્થા, આરાધનાની વ્યવસ્થા કે પ્રાચીન પ્રણાલિકાના દેષનું ઉદ્દભાવન એ ત્રણેમાંથી એકે સિદ્ધ થતું નથી. ___ चतुर्दशी पौर्णमासी चेत्युभे अप्याराध्यत्वेन सम्मतेस्तस्तद्यदि भवदुक्तरीतिराधीयते तर्हि पौर्णमास्येवाराधिता चतुर्दश्याश्चाराधनं दत्तांजलीव भवेत् (તરવતાળ પૃ. ૬) જો ચૌદશ અને પૂનમ બન્નેય (ફરજીયાત પર્વતિથિરૂ૫) આરાધ્યપણે સમ્મત છે તે પછી જે તમે કહેલી (ખરતરો ચૌદશના ક્ષયની વખતે પૂનમને દીવસે ચૌદશ કરે છે તે) રીતિ લેવામાં આવે છે તે દિવસની તિથિ પૂનમ તરીકે માનીને આરાધી છે માટે) પૂનમની તિથિનું જ આરાધન થયું. પરંતુ ચૌદશની આરાધનાને તે અંજલી દીધા જેવું જ થાય.
ચૌદશના ક્ષયે તેરશે ચૌદશ કરવાને બદલે પૂનમે ચૌદશ ખરતરગચ્છાવાળા કરતા હતા તેને માટે ત્યાં ગ્રંથકારે જણાવ્યું કે ચૌદશ પૂનમ બન્ને આરાધવાની છે. હવે જે તમે કહો તેમ પૂનમને દિવસે પૂનમ બોલી ચૌદશનું આરાધન કરવામાં આવે તો તેને (ચૌદશના) આરાધનને અંજલી લીધી કહેવાય. કારણ કે પર્વતિથિના વ્યપદેશ વિના તેનું આરાધન ન થાય.
આ પાઠને આ. વિજયરામચંદ્રસૂરિ આ રીતે ઉપયોગ કરે છે–“એથી પણ સિદ્ધ થાય છે કે ચતુર્દશી ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થયેલી હોય તે છતાં તે દીવસે તેને ને મનાય તે અન્ય દીવસે તેનું આરોપણ કરીને માનવા છતાં પણ ચતુર્દશીના આરાધનને અંજલી દીધા જેવું જ થાય એમ નહિં પણ દત્તાંજલિ કર્યાનું જ કહેવાય.”
(આ. કે. પક્ષ પૃટ ૫૩) આ લખી પૂ. આ. રામચંદ્રસૂરિજી જણાવે છે કે-પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ પ્રસંગે તેરશની ક્ષયવૃદ્ધિ કરી ચૌદશની થતી આરાધના દત્તાંજલીરૂપ છે. જે પ્રમાણેની આરાધના સં. ૧૯૯૨ સુધી તેમણે અને તેમના ગુરૂ દાદા ગુરૂ આદિ વડીલોએ કરી છે.) આ તેમનું લખવું પણ બરાબર નથી. કારણકે આ પાઠ ખરતરગ૭વાળા ચૌદશના ક્ષયે પૂનમના દિવસે પૂનમના વ્યપદેશપૂર્વક પાક્ષિક કરતા હતા તેમને ઠપકો માટે મુકાયેલ છે.
ખરી રીતે આ પાઠ ચૌદશ પૂનમ અને પ ભિન્નભિન્ન આરાધ્ધપણે રાખવાં તે જણાવે છે. અને રામચંદ્રસૂરિજી પૂનમના શ્રેયે એક દિવસે બે પર્વની આરાધના કરે છે તેને ઘાત કરનાર છે. તેમજ આ પાઠ ખરતરગચ્છની આઠમના ક્ષય પ્રસંગની અને ચૌદશના ક્ષયપ્રસંગની ભિન્નતાના વિરોધ માટે છે. અહિં ચાલુ પ્રણાલિકાની અસંગતતા દેખાડવા માટે પણ પાઠ હોય તે તેમણે રજુ કરે જોઈએ પણ તેવા પાઠના અભાવે અપ્રાસંગિક વસ્તુને રજુ કરી ભકિક પુરૂષને વ્યાપેહમાં નાખવા તે શાસન હિતકર નથી. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org