________________
૧૨ પ્રભુલિકાને અનુસરનાર વર્ગને આપેલ પર્વલેપી વિગેરે વિશેષણે તેના આધાર રજુ કરી સિદ્ધ કરવું જોઈએ.
તેમણે આ મુદ્દામાં “લીમfo” “ચતુર્દશી “નનુ” “પુષિ ” આ ચાર શાસ્ત્રાધાર રજુ કર્યા છે. જે તેમણે બીજા મુદ્દામાં જણાવેલ વસ્તુને સિદ્ધ કરતા નથી.
क्षीणमपि पाक्षिकं चतुर्दशीलक्षणं पूर्णिमायां प्रमाणं न कार्य तत्र तद्भोगगन्धस्याप्यसंभवात् ( तत्त्वतरंगिणी पृ० ३)
ક્ષય પામેલી પણ પાક્ષિક (ચતુર્દશી) પૂનમને દિવસે પ્રમાણુ ન કરવી ત્યાં પૂનમના દિવસે તે ચૌદશના ભેગનો ગબ્ધને પણ અસંભવ હોવાથી
આ વચન તત્વતરંગિણકારે જે ખરતરગચ્છવાળા આઠમના ક્ષયે સાતમે આઠમને ભેગ હોવાથી આઠમ માની આઠમ કરે છે. અને ચૌદશના ક્ષયે તેરશે ચૌદશને ભેગ હોવા છતાં તેરશે ચૌદશ ન કરતાં પૂનમે ભેગગંધ નથી ત્યાં ચૌદશ કરે છે તે વ્યાજબી નથી એ માટે જણાવેલ છે. ખરી રીતે અહિં ગ્રન્થકાર ભેગને લઈને તિથિ નથી માનતા પણ ભેગને લઈને એક જગ્યાએ ખરતરગચ્છ માને છે અને બીજી જગ્યાએ ખસે છે તે અપ્રમાણિક છે તે બતાવ્યું છે.
આ. વિજયરામચંદ્રસૂરિજી આ પાઠ રજુ કરી પિતાના સમર્થનમાં જણાવે છે કે –
“ચતુર્દશી ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થતી હોય તે છતાં પણ તેને છોડીને પહેલી પૂનમ કે પહેલી અમાસે ચતુર્દશીને પ્રમાણ કરવાનું હોયજ શાનું? પહેલી પૂનમ કે પહેલી અમાસે પણ ચતુર્દશીના ભેગવટાની ગંધને અસંભવ છે”. [ રા. પક્ષ પૃ• ૫૦ ]
આ લખાણ પાઠ સાથે સંગત નથી. કારણ કે-તે પાઠમાં “સોનાથશાથમવાવ” હેતુ ચૌદશના ક્ષયે પૂનમે પાક્ષિક કરનાર ખરતરગચ્છની અવ્યાજબી પદ્ધતિ માટે મુકાયેલ છે. તે હેતુને અહિં આ. વિજયરામચંદ્રસૂરિજીએ પૂનમ અમાસની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરી પ્રથમ પૂર્ણિમાએ ચૌદશ કરી પાક્ષિક કરનાર તપાગચ્છની સેંકડો વર્ષની વ્યાજબી આચરણાને અપ્રમાણિક ઠરાવવા મુકે છે તે તદ્દન અવ્યાજબી છે. તમારે એ પદને હેતુ તરીકે ત્યારે મુકી શકાય કે- ગ્રંથકારે પોતાને માન્ય તરીકે ભોગગન્ધનો સંભવ ન હોય ત્યાં કઈ પણ સંજોગોમાં તે તિથિનું કાર્ય ન થાય તેમ જણાવ્યું હોય પણ ગ્રન્થકારને તેવી રીતની માન્યતા ઈષ્ટ નથી.
આ રીતે અન્યગચ્છની ચર્ચા પ્રસંગની વાતને સંગત કર્યા વિના શાસ્ત્ર અને પરંપરા સિદ્ધ આચરણ પામતી તપાગચ્છની પદ્ધતિને દેષિત કરવી તે વ્યાજબી નથી. આ શાસ્ત્રાધારથી વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org