________________
૯
પિતે કરે છે તે બરાબર છે અને જે બીજા તે અર્થ કરે છે તે સંગત નથી.
તે જણાવવા માટે છે. અને પાંચમો મુદ્દો પર્વતિથિની વૃદ્ધિ પ્રસંગે “ઝૂલો વાર્તા તત્તર” એ પદને અર્થ સંગત કરી બે સાતમ વિગેરે કરે છે તે ખોટું છે પણ અમે જે અર્થ કરીએ છીએ તે બરાબર છે તે જણાવવા માટે રજુ કરવામાં આવ્યો છે.
પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ કરવાની પ્રાચીન શાસ્ત્રાનું લક્ષી પરંપરાને વિરોધ આ. વિજયરામચંદ્રસૂરિજી કરે છે તે વિરોધ અને પિતાની માન્યતા શી રીતે છે તે વાત તેમણે બીજા મુદ્દામાં દર્શાવેલ છે.
મુદ્દો બીજે (૨) જે દિવસે જે પર્વતિથિ ઉદયતિથિરૂપે પ્રાપ્ત થતી હોય, તે દિવસે તે પર્વતિથિ ન મનાય તેમજ તે પર્વ તિથિ એવા દિવસે મનાય કે જે દિવસે તે પર્વતિથિના ભોગવટાનો અંશ જ ન હોય અગર ભોગવટાનો ભાગ હોય તે પણ તે સૂર્યોદય સ્પર્શ પૂર્વેને ભોગવટો હોય, તો તેમ કરવાથી આપ, પર્વલોપ, મૃષાવાદ અને આજ્ઞાભંગાદિ દોષોના પાત્ર બનાય કે નહિ? (રા, પક્ષ પૃષ્ઠ ૪૪)
શાસ્ત્રાનુલક્ષી પ્રાચીન પ્રણાલિકાને અનુસરી પંન્યાસ રૂપવિજયજી ગણિવરે અને તેમના ઘણા વડવાઓએ પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ પ્રસંગે તેરશની ક્ષયવૃદ્ધિ કરી છે તે નિર્વિવાદ છે. છતાં આ તેરશની ક્ષયવૃદ્ધિ કરવાથી વિજયરામચંદ્રસૂરિ કહે છે તે મુજબ નહિ થતું હોવાથી આ મુદ્દામાં પ્રાચીન પ્રણલિકાને અનુસરનાર વગને અવલોપી મૃષાવાદી અને આજ્ઞાભંગાદિ દેના પાત્ર ઠરાવવાને નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવ્યું છે. આ વસ્તુનું
સ્પષ્ટીકરણ બીજા મુદ્દામાં વિજયરામચંદ્રસૂરિ પિતાના શબ્દોમાં આ પ્રમાણે જણાવે છે.
“જે દિવસે જે પર્વતિથિ ઉદયતિથિરૂપે પ્રાપ્ત થતી હોય, તે દિવસે તે પર્વતિથિન મનાય તો અન્યતિથિને દીવસે તે પર્વતિથિને માનીને તે પર્વતિથિનું અનુષ્ઠાન આચરાય તે પણ પર્વલોપના દોષને પાત્ર બનાય કારણકે-જે પર્વ જે તિથિમાં નિયત હોય તે તિથિમાં જ તે પર્વને માનવું જોઈએ.”
( રાવ પક્ષ પૃષ્ઠ ૪૬) દોષોને પાત્ર બને છે તે જણાવવા અને પિતાની રીતના અર્થની સિદ્ધિ કરવા આ. વિ. રામચંદ્રસૂરિજીએ ૬-૭-૮-૧૨-૧૩-૧૭ રૂપ છ મુદ્દા થા, પાંચમા મુદ્દાની પૂર્તિમાં રજુ કર્યા છે. એમ “ દૂ ” ની વ્યાખ્યા માટે આઠ મુદ્દા છે.
મુદ્દો ૧૯-૧૧ વાર અને તિથિની સમજ માટે છે જેમાં બન્ને આચાર્યોને મતભેદ નથી. મુદ્દો ૨૨-૨૩ ચંડાશચંડપંચાંગ માનવું જોઈએ તેને માટે છે. અને મુદ્દો ૧૮૧૯-૨૦-૨૧ કલ્યાણક તિથિઓને પર્વતિથિ કહેવી કે નહિ ? અને તે પર્વતિથિ મનાય તો તેમાં “ qa"ને પ્રષિ લાગે કે નહિં? તે જણાવવા માટે છે. આ રીતે આઠ મુદ્દા આ ત્રણ વિષયના છે. આ પ્રમાણે ૨૫ મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org