________________
#લવાદનામું-પંચાયતનામું ઘડયું અને તેને અનુસરી બને આચાર્યોએ પિતાનું સમર્થન વિગેરે કર્યું.
ચાલુ પ્રણાલિકા વિના મતભેદે સેંકડો વર્ષથી ગીતાર્થ પુરૂષ આચરિત જીતાચાર હવા સાથે અનેક શાસ્ત્રાધારથી પુષ્ટ છે તેની સિદ્ધિ કરતા પૂ. આ. સાગરાનંદસૂરિજીએ સ્વ. પક્ષ રજુ કર્યો અને પૂ. આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીએ નવી માન્યતાના સમર્થન રૂપ પિતાને પક્ષ રજુ કર્યો.
* પર્વતિથિની આરાધનાને અંગે ચંડાશુચંડ પંચાંગમાં જ્યારે પર્વ કે પનાર પર્વની તિથિને ક્ષય હેય કે વૃદ્ધિ હોય ત્યારે પર્વની તિથિના કે પર્વાનંતર પર્વની તિથિના ક્ષય કે વૃદ્ધિ બાબતમાં જૈન શાસ્ત્રના આધારે કઈ તિથિને પર્વતિથિ તરીકે કહેવી અને માનવી.
આ મુસદ્દાને તા. ૬-૧૨-૪૨ ના રોજ ઘડી પૂજય બન્ને આચાર્યો અને શેઠશ્રી કરતુરભાઈ ત્રણે જણે સહમત થઈને ખુબ સમજુતી પૂર્વક ચર્ચાના બીજક તરીકે સ્વીકાર્યો હતે.
આ નકકી થયેલ મુસદ્દાને અનુસરી ચર્ચાકાર બને આચાર્યોને પોતાના મુદ્દા સૂચવતા પ્રશ્નો રજુ કરવાના હતા અને આ મુદ્દાને અનુલક્ષી જજમેન્ટ આપનારે આપવાનું અને લેનારે લેવાનું હતું. આ મુસદ્દાથી બન્નેને સહમત નીચેની વસ્તુઓ હતી.
બને આચાર્યોનાં સમ્મત સ્થાને ૧ પર્વતિયિની વ્યવસ્થા અંગે મતભેદ છે પણ તે સિવાયની બીજી તિથિમાં ક્ષયવૃદ્ધિ આવતી હોય તેમાં અમારે મતભેદ નથી. (પર્વતિથિની આરાધનાને અંગે એ અક્ષર હોવથી)
૨ “ચંડાશુગંડુ પંચાંગ” હાલ શ્રી જૈન તપાગચ્છમાં પંચાંગ તરીકે ઉપગ લેવામાં અમે બને સમ્મત છીએ. (“ચંડાશુગંડુ પંચાંગમાં જ્યારે પૂર્વ કે પરંતર પર્વતિથિને ક્ષય હોય કે વૃદ્ધિ હોય ત્યારે એ શબ્દ મુસદ્દામાં જણુવ્યા હોવાથી.)
૩ “ચંડાંશુગંડુ પંચાંગમાં પર્વ (બીજ, પાંચમ, આઠમ, અગીયારસ, ચૌદશ) અને પર્વનન્તર પર્વને (પુનમ અમાસ વિગેરેનો) પંચાંગની ગણતરીની રીતિ મુજબ ક્ષય અને વૃદ્ધિ આવે તેમાં અમે બન્ને સમ્મત છીએ. (૫ર્વ કે પર્વનન્તરપર્વ તિથિને ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે એવા શબ્દો મુસદ્દામાં મુકેલ હોવાથી)
૪ પર્વતિથિઓની પંચાંગમાં પંચાંગની રીતિએ ક્ષય કે વૃદ્ધિ ભલે થતી હોય તે પણ નિયત પર્વતિથિઓને ઓછાવત્તા પ્રમાણે કહેવાનું કે માનવાનું અમે સ્વીકારતા નથી. ( પર્વની તિથિનો કે પર્વતર પર્વ તિથિનો ક્ષય કે વૃદ્ધિ બાબતમાં જૈનશાસ્ત્રના આધારે કઈ તિથિને પર્વતિથિ તરીકે કહેવી ને માનવી' એ શબ્દો મુસદ્દામાં જણાવેલ હોવાથી)
૫ એક દિવસે બે તિથિ કે પર્વતિથિ ન હોઈ શકે તેમાં અમે બને સહમત છીએ કારણકે (“કઈ તિથિને પર્વતિથિ કહેવી' તેમ મુસદામાં એકવચનનાઃ પદ હેવાથી)
૬ પર્વતિથિની સંજ્ઞા રાખવામાં અને માનવામાં અમે બન્નેને જૈનશાસ્ત્રાધાર સમ્મત છે. નહિ કે ચંડાશુગંડુ પંચાંગમાં આવતો પર્વ કે પર્વનન્તર પર્વ તિથિને ક્ષય કે વૃદ્ધિ પ્રસંગ કે કોઈ પણ પંચાંગ યા જોતિષની રીતિ (જેનશાસ્ત્રાધારે કઈ તિથિને પર્વતિથિ તરીકે કહેવી અને માનવી' એ શબ્દો મુસદ્દામાં જણાવેલા હેવાથી)
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org