________________
(૨) સ્ત્રા ધા ૨
શા
૧ આચાર્ય વિજ્યરામચંદ્રસૂરિજી પ્રતિપાદન કરેલ નવીન માન્યતા શાસ્ત્રા ધાર વિનાની છે.
૨ ચાલુ પ્રણાલિકા સેંકડે વર્ષની વિના મતભેદના આચરણ સાથે અનેક શાસ્ત્રાધારવાળી છે.
ખરી રીતે આ. વિજયરામચંદ્રસૂરિજીની નવીન માન્યતા માટે કેઈપણ આધાર નથી, - સેંકડો વર્ષથી વિના મતભેદે જૈનસંઘમાં આચરણ પામેલ હોવા છતાં પણ જે આચારણું શાસ્ત્રાધારના સમર્થન વિનાની કે તેથી ભિન્ન રીતિના સમર્થક શાસ્ત્રાધારે હોય તે તે આચારણા બદલવી જોઈએ એવી દલીલ કરી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી ચાલુ પ્રણાલિકાને શાસ્ત્રાધાર વિનાની અને તેઓ જે નવીનરીતિ રજુ કરે છે તેને શાસ્ત્રધારવાળી કહે છે. પરંતુ વાસ્તવિક રીતે વિચાર કરતાં તેમનું તે કથન વ્યાજબી, યેાગ્ય કે સત્ય નથી.
આજ અગાઉ વીરશાસનપત્ર અને તેમના તરફથી નીકળેલ પુસ્તિકાઓમાં આ નવીન રીતિ મુજબ ૨૦૦-૫૦૦ વર્ષમાં કે તે અગાઉ કોઈ પણ વખતે જૈનસંઘમાં ચરણ થઈ હોય તેને આધાર રજુ કરવામાં આવ્યા નથી. માત્ર તે પુસ્તિકા વિગેરેમાં તવતરંગિણ વિગેરેના ખરતરગચ્છની ચર્ચા પ્રસંગના કેટલાક ફકરાઓ રજુકરી નવીનરીતિ માટે શાસ્ત્રાધારો છે તેવો પ્રયત્ન સેવવામાં આવ્યો હતે. આ સર્વ પ્રયત્ન અને પ્રચારથી શ્રદ્ધાળુ શ્રાવકવર્ગમાં વૈધીભાવ અને શંકાએ પ્રવેશ કર્યો. આથી સમાજની વિવેકી પુરૂને શાસનની છિન્નભિન્નતા દેખી ખુબજ દુખ થતું હતું પરંતુ સે કઈ કાલપરિણતિની રાહ જોઈ રહ્યા હતા.
છેવટે સં. ૧૯૮માં વર્ષીતપના પારણું વખતે આવેલ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ આ મતભેદના નિકાલ માટે સક્રિય ભાગ લીધે તેમનો પ્રયત્ન સકળસંઘની શાંતિ માટે સર્વ આચાર્યોથી સહમત નિર્ણય કરવાને હતો પણ તે બન્યું નહિ એટલે પૂ. આ. સાગરાનંદસૂરિજી મહારાજ અને પૂ. આ. વિજયરામચંદ્રસૂરિજી મહારાજ અને વચ્ચેના નિર્ણય માટે બન્નેને સહમત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org