________________
બર ન કરાય એમ હાય નહિં. વળી આવા વાંધાનું કારણ કાંઈ વારંવાર હોતું નથી. બહુ વર્ષે આ વર્ષે ભાદ્રપદ શુદિ પ નો ક્ષય આવ્યો છે. બીજી તિથિઓ માટે તે નિર્ણયકારક લેખ શાસ્ત્રમાં હોવાથી વધે પડવાને કિંચિત્ પણ સંભવ નથી. પરંતુ અત્યારે આવા સાંવત્સરિક પર્વમાં ફેરફાર થવાના પ્રબળ કારણથી તેમજ તેજ પક્ષના વર્તારાના બીજા સર્વ પંચાંગે છઠના ક્ષયમાં સંમત હેવાથી છઠને ક્ષય કર એમાં કોઈ પણ વિરોધ હોય એમ અમને લાગતું નથી. તેથી પંન્યાસશ્રી ગંભીરવિજયજીની સંમતિથી અમે ઉપર જણાવેલો નિર્ણય પ્રદર્શિત કર્યો છે. આશા છે કે સર્વ જેન બધુઓ આ લેખ ઉપર મધ્યસ્થ પણે વિચાર કરશે અને સર્વ સ્થાનકે કેઈપણ પ્રકારના આગ્રહ કે મતભેદ સિવાય શુકવારીજ સંવછરી થશે. (સં. ૧૫ર શ્રા. શુ. ૧૫ નું શ્રી જૈન ધર્મ પ્રકાશ પુસ્તક. ૧૨ અંક. ૫)
ઉપરને સં. ૧૯૫ર ના શ્રાવણ માસને લેખ ભા. સુ. ૫ ને ક્ષય કરવાનું જણાવતા નથી પરંતુ બીજા પંચાગેમાં ભા. સુ. દ ને ક્ષય હોવાથી છઠને ક્ષય કરીએ તે પર્યુષણમાં ફેરફાર ન થાય અને સં. ૧૫ર પુરતું બીજા પંચાંગને આસરે લેવાનું જણાવે છે. તેમજ તે લેખમાં “સુદ ૧૫ ના ક્ષયે સુદ- ૧૩ ને ક્ષય કર” તેમ સ્પષ્ટ જણાવે છે.
સં. ૧૫ર માં ભા. શુદ. ૫ ને ક્ષય કેઈએ નહોતો કર્યો પણ છઠ્ઠને ક્ષય કર્યો હતો તે સંબંધી પૂ. પાદ આત્મારામજી મહારાજના પરમ ગુરૂભક્ત પૂ. પાદુ વિજયવલ્લભસૂરિજી મહારાજને ખુલાસો આત્માનંદપ્રકાશ. પુસ્તક. ૩૪ અંક ૧૨ માં પ્રગટ થયો છે. તે પણ અક્ષરશ: અમે નીચે આપીએ છીએ.
જૈન સમાજમાં માનનીય ન્યાયનિધિ જૈનાચાર્ય ૧૦૮ શ્રીમદ્ વિજયાનંદ સૂરીશ્વરજી પ્રસિદ્ધનામાં આત્મારામજી મહારાજના સંઘાડાના સુપ્રસિદ્ધ આચાર્યશ્રી વિજયકમળસૂરિજી મહારાજ, ઉપાધ્યાય શ્રીવીરવિજયજી મહારાજ, પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ, શાંતમૂર્તિ શ્રીહંસવિજયજી મહારાજ આદિ સર્વ સાધુઓએ સ્વર્ગવાસી ગુરૂદેવની આજ્ઞા મુજબ સંવત ૧૫ર માં ભાદરવા સુદિ છઠનેજ ક્ષય માન્યો હતો, પાંચમને ક્ષય કેઈએ પણ માન્યો હતો. તે સમયે અમેએ પિતે પણ એજ રીતે ભાદરવા સુદિ છઠનેજ ક્ષય માન્યો હતો. પાંચમને નહિ, જૈનચર્ચાના લેખકે લખેલા આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી, આચાર્યશ્રી વિજયનેમિસૂરિજી, આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી, આચાર્યશ્રી વિજયદાનસૂરિજી આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી, આચાર્યશ્રી વિજયપ્રેમસૂરિજી, આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી વિગેરે તમામ સાધુઓએ સંવત ૧૯૮૯ માં પણ સંવત ૧૯૫૨ ની માફક ભાદરવા સુદિ છઠનેજ ક્ષય માન્ય હતે. પાંચમને તો નહીં જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org