________________
આપે છે. માટે જોધપુરી પંચાંગ જે સર્વજ્ઞ કથિત નથી અને જે એકલાને જ માનવું એ શાસ્ત્રાધાર નથી તેના ઉપર જેન ભાઈઓએ એકાંત હઠ કરવો અને બીજા શેપને અંતે ખાં માલમ પડતાં પંચાંગોને અનાદર કરે ઘટતે નથી. પાટણના જેનભંડારમાં બ્રહ્મ પક્ષના સિદ્ધાંત શિરોમણિની સાથે સૌર પક્ષના ગ્રહલાઘવની પ્રતો પણ જોવામાં આવી છે. તે આશા છે કે સર્વ જેનભાઈઓ આ વખતે મહાપુરૂષોના અભિપ્રાયને માન આપી શ્રાવણ વદિ ૧૨ શુક્રવારે પશુષણનો પહેલો ઉપવાસ અને તે ઉપરાંત યથાશક્તિ તપ, જીનપૂજા પ્રભાવનાદિ સત્કાર્યો કરી ભાદરવા શુદિ ૪ શુક્રવારે સંવછરી અને ભાદરવા શુદિ ૧ ને શનિવારે પારણાદિ કરી એક્ય બનાવી આત્માનું કલ્યાણ સાધશે.
(તા. ૫ ઓગસ્ટ સને ૧૮૯૬ અષાડ વદિ ૧૧ સં. ૧૯૫૨)
| સંવત્સરીને નિર્ણય ચાલતા વર્ષના ભાદ્રપદ માસમાં જોધપુરી પંચાંગમાં શુદ ૫ ને ક્ષય હોવાથી તિથિનો ક્ષય ન કરવાની સમાચારીને આધારે શુદ ૩ ને શુદ ૪ને ક્ષય કરે? એ વિષે વિવાદ બહુ દિવસથી ચાલે છે. અને કેટલાએક “ક્ષ પૂa'” એ વાક્યને આધારે શુદ ૪ નો ક્ષય ઉપલબ્ધ થાય છે. પણ તે દિવસ સાંવત્સરિક પર્વને હોવાથી તેને ક્ષય ન કરતાં શુદ ૩નો ક્ષય કર એમ કહે છે અને કેટલા એકનું કહેવું એમ થાય છે કે
શ્રીમાન્ કાલિકાચાર્યજીએ ચતુથીની સંવત્સરી કરી તે પંચમીના રક્ષણાર્થે કરી છે. તેમ છતાં આ પ્રમાણે કરવાથી શુદ ૪ને શુદ ૫ ને મુકીને શુદ ૩ જે અપવે પર્યુષણ કરવા જેવું થશે. શુદ ૩ નો ક્ષય કરવા ઈચ્છનારા શુદી ૧૫ ના ક્ષયે દી ૧૩ ને ક્ષય કરવાની રીતિનો દાખલો આપે છે પરંતુ એને માટે એક શબ્દ શાસ્ત્રોક્ત છે કે શુદ ૧૫ ને ક્ષયે શુદ ૧૩ નો ક્ષય કરે, પરંતુ ભાદ્રપદ શુદ ૫ ને ક્ષય હોય તો શું કરવું ? એને માટે બીલકુલ શાસ્ત્રલેખ પૂર્વાચાર્યના ગ્રંથમાં કે સેનપ્રશ્ન હીરપ્રશ્નાદિ પ્રશ્નોત્તરના ગ્રન્થમાં નથી. તેમ કઈ વૃદ્ધ પુરૂષ પૂર્વે એ પ્રસંગ આવ્યું હતું અને અમુક તિથિને ક્ષય કર્યો હતો એમ કહેતા નથી. આવી રીતના બંને તરફના પૂર્વપક્ષે ચાલતા હતા. પણ કોઈ પ્રકારે નિર્ણય થતો ન હતો. તેથી જરૂરને પ્રસંગે બીજો માર્ગ શોધવાના વિચાર પર લક્ષ દોડાવીને અત્રે ચાતુમસ સ્થિતિ કરીને રહેલા પંન્યાસ શ્રી ગંભીરવિજયજીએ શ્રી ઉર્જન કે-જે હિંદુસ્થાનનું મધ્યબિંદુ છે. અને જ્યાંથી તિષીઓ ગણિતની રેખાઓ લે છે. ત્યાંના વર્તારાનું, જયપુરના વર્તારાનું અને કાશીના વર્તારાનું એ ત્રણે પંચાંગ મંગાવ્યાં કે-તેમાં ક્ષય કઈ તિથિને છે. તે જોઈને પંચાંગેના બહુમતે નિર્ણય કરે. એ ત્રણે પંચાગે આવતાં તેમાં નીચે પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org