________________
પપ
મતલબ કે આજ સુધીમાં તપગચ્છના કેઈપણ આચાર્ય ઉપાધ્યાય પન્યાસ પ્રવર્તક ગણું કે સામાન્ય સાધુએ ભાદરવા સુદિ પાંચમનો ક્ષય કેઈ વખતે પણ માન્ય નથી એ નિર્વિવાદ વાત છે. જો કે સં. ૧૯૫૨ માં જોધપુરી ગંડુ પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમને ક્ષય હતો પણ તપગચ્છની પરંપરા મુજબ તિથિને ક્ષય ન થઈ શકે આ કારણને લઈ કેટલીક ચર્ચા ઉપસ્થિત થઈ હતી. અંતે ઘણા બીજા અન્ય પંચાંગમાં છઠને ક્ષય હોવાથી એકલા ચંડુ પંચાંગને માન ન આપી સકળ શ્રી તપગચ્છના અનુયાયીઓએ અન્ય બીજા પંચાગેના આધારે ભાદરવા સુદ છઠનેજ ક્ષય માન્યું હતું અને એજ પ્રમાણે સંવત ૧૯૮૯ માં પણ ચંડાશુગંડુને જ માન ન આપતાં બીજા અન્ય પંચાગેને માન આપી ભાદરવા શુદિ છઠનેજ ક્ષય માનવામાં આવ્યું હતું પાંચમને નહિં”
તા. ૧૮-૫-૩૭ ખંભાત અંબાલાલ પાનાચંદ
વિજય વલ્લભસૂરિ ” જૈન ધર્મશાળા
આ બધા ઉપરથી સ્પષ્ટ છે કે સં. ૧૯૫૨ માં કે સં. ૧૯૮૯માં કેઈએ પણ ભા. સુ. ૫ ને ક્ષય કર્યો નહોતો, કારણકે પૂ. આ. વિજયવલ્લભસૂરિ મહારાજ પૂ. આ. વિજયદાનસૂરિજી મહારાજ વિગેરે સર્વેએ સં. ૧૯૫૨ માં દીક્ષિતપણે બીજા પંચાંગને આસરો લઈ છો ક્ષય કર્યો હતો તેમ તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે. આમ છતાં પૂ. આત્મરામજી મહારાજે ભા. સુ. ૫ ને ક્ષય જણાવ્યો હતો તેવું તદ્દન જુદું જ પ્રતિપાદન કરવામાં આવે છે.
ઉપર મુજબ સ્પષ્ટ સં. ૧૫ર માં પર્વ તિથિ ભા. સુ. ૫ ને ક્ષય ન કરવાનું જણાવ્યું હોવા છતાં આ રામસૂરિજી તરફથી તેઓના વીરશાસનપત્ર વિગેરેમાં
“આજ પ્રસંગ સં. ૧લ્પર માં પણ બન્યો હતો જે વખતે ૫ ગંભીર વિજયજી મહારાજ આદિએ ચોથને કાયમ રાખવાની સલાહ આપવાથી સંઘે ભાદરવા સુદ ચેથે સંવરછરી કરી હતી અને ભા. સુ. પાને ક્ષય માન્ય હતો”
(વીરશાસન, પૃ. ૨૦૫ તા. ૧૫ ડીસેમ્બર ૧૭૬) તે સાલ. (સં ૧૯૫૨) સમસ્ત સંઘે ભાદરવા સુદ ૫ ને ક્ષય માન્ય રાખી ભાદરવા સુદ ૪ ની સંવછરી કરી હતી પેટલાદ મુકામે શ્રી આનંદસાગરજીએ સંઘથી જુદા પડી ભા. સુ. ૩ ની સંવછરી કરી હતી. ” (આ. જંબુસૂરિકૃત તિથિ સાહિત્ય દર્પણ પૃ. ૧૬-૧૭)
ઉપર પ્રમાણે તદ્દન જુઠું સં. ૧૯૫૨ નામે પ્રચારવામાં આવે છે. તે જુઠી વાતને સં. ૧૯૫૨ ના સયાજીવિજય અને જૈનધર્મ પ્રકાશના લેખ વિગેરે વાંચનાર સર્વ કેઈ આપોઆપ સમજી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org