________________
નિર્ણય માટે પંડીત શ્રીધર શીવલાલ તરફથી પ્રગટ થતું જોધપુરી ચંડુ પંચાંગ બતાવેલું હતું. જેના આધારે અદ્યાપિ પર્યત અમે પંચાંગ તૈયાર કરીએ છીએ. તેમાં જ્યારે બાર તિથિ માંહેની કેઈપણ તિથિનો ક્ષય હોય છે ત્યારે અથવા વૃદ્ધિ હોય છે ત્યારે આપણું તપગચ્છની સમાચારીને અનુસારે “ક્ષ પૂર્વ ફૂલો ઉત્તer” એટલે જ્યારે બાર તિથિ માંહેની કોઈપણ તિથિને ક્ષય હોય ત્યારે તેની પૂર્વની તિથિને ક્ષય લખીયે છીએ. અને વૃદ્ધિ હોય છે ત્યારે ઉત્તર તિથિને એટલે બીજા દિવસને તિથિ તરીકે માન્ય રાખીને પ્રથમનો દીવસ ત્યાર અગાઉની તિથિમાં ભેળવીને તે આગલી તિથિતું દ્વિ––બેપણું કરીએ છીએ.” (સં. ૧૫ર જેનધર્મ પ્રકાશ) *
આ સં. ૧૯૫૨ ને જેનધમ પ્રકાશનો લેખ જણાવે છે કે અમે દશ વર્ષથી પંચાંગ છપાવી ભેટ આપીએ છીએ અને અમે “ક્ષ પૂ૦” “વૃતી
રા' ના વચનથી બાર તિથિ માંહેની કેઈપણ તિથિને ક્ષય હોય ત્યારે તેની પૂર્વની તિથિનો ક્ષય લખીએ છીએ અને વૃદ્ધિ હોય છે ત્યારે ઉદયતિથિને એટલે બીજા દિવસને તે પર્વતિથિ તરીકે માન્ય રાખીને પ્રથમ દિવસ ત્યાર અગાઉની તિથિમાં ભેળવીને તે આગલી તિથિનું કિત્વ-બેપણું કરીએ છીએ. આ સર્વ વૃદ્ધિચંદ્રજી મહારાજની હયાતિમાં અમે તેમની અનુમતિને લઈ પંચાંગની શરૂઆત કરી ત્યારથી કરીએ છીએ આ ઉપરથી સં. ૧૯૪૨ ની સાલથી જૈનધર્મ પ્રસારક સભા જૈન પંચાંગો છપાવી બહાર પાડે છે. અને જે આજે પણ પિતાની પૂર્વ પદ્ધતિ મુજબ છપાવે છે. તેમાં પર્વતિથિની ક્ષય વૃદ્ધિ આપવામાં આવતી નથી. આ ઉપરાંત સં. ૧૯૪૨ પછીથી મેઘજી હીરજી, વિરશાસન કાર્યાલય, જૈન, યશવિજય ગુરૂકુલ, બાલાશ્રમ વિગેરે અનેક સંસ્થાઓ જેનપંચાંગે છપાવે છે તે પણ પ્રસારક સભા મુજબ. પર્વતિથિની ક્ષય વૃદ્ધિ કરતી નથી. માત્ર સં. ૧૯૩ની સાલથી રામચંદ્રસૂરિજીએ પર્વષયવૃદ્ધિ કરવાનું રાખ્યું ત્યારથી આ. રામચંદ્રસૂરિજી સંચાલિત વીરશાસન કાર્યાલય પર્વ ક્ષયવૃદ્ધિવાળાં પંચાગેને જૈન પંચાંગ જણાવી છપાવે છે. અમે અહિ સં. ૧૯૪૧ થી ૧૯૯૨ સુધીની ચંડ શુગંડુ પંચાંગમાં કઈ કઈ તિથિઓની ક્ષયવૃદ્ધિ હતી તેની સેંધ આપીએ છીએ અને સાથે સાથે ચંડાંથચંડમાં કઈ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ વખતે જેને સમાજ વિના મતભેદે કઈ પૂર્વની અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરતા હતા તેની પણ નેંધ આપીએ છીએ.
એ સર્વ ઉપરથી સૌ કોઈને ખ્યાલ આવશે કે જેનસમાજમાં સં. ૧૯૨ અગાઉ નીકળતાં અનેક પ્રકારનાં જૈન પંચાગમાં કઈ પણુ પંચાંગમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ લખાતી કે બલાતી નહોતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org