________________
૪૫ ૧ શ્રી પૂજ્ય ધરણેન્દ્રસૂરિજીના હેન્ડબીલની ટુંક સમજ.
આ હેન્ડબલ આપણને પર્વતિથિના કે પર્વનન્તરપર્વ તિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપતિથિની ક્ષયવૃદ્ધિ કરવાની રીતિ પ્રથમથી જ હતી તેને સારો ખ્યાલ આપે છે. આ હેન્ડબીલ કહે છે કે
૧ “જ્યારે અમાવસ્યા વૃદ્ધિ થાય ત્યારે તો બે તેરસ થાય જ છે. એતો છેક રસ્તો છે, તેહની આશંકા હોયજ નહિ”
२ शये पूर्वा तिथिह्या, वृद्धौ कार्या तथोत्तरा श्रीवीरमोक्षकल्याणं, कार्य ઢોવાનુૌદિ એહને અર્થ એમ છે જે તિથિક્ષય થાય ત્યારે પ્રથમ તિથિ ગ્રહણ કરવી અને તિથિની વૃદ્ધિ થાય ત્યારે બીજી તિથિ ગ્રહણ કરવી.
૩. “હાં કઈ પુછે જે અમાવશ બે કરવી જોઈએ તેહને એમ કહેવું જે અમાવસ બે થાય જ નહિં જ્યાં બે અમાવશ થાય ત્યારે મેં તેરશ કરીએ છીએ
૪. “હીરપ્રશ્ન ચાચા ઉલ્લાસમાં પ્રશ્ન કરેલું છે જે પુનમ તુટી હોય ત્યારે તે તપ ક્યારે કરવું તેહને ઉત્તર એ છે. જે પૂનમ તુટે તે તેરશને દિવસે ચૌદશ કરવી અને તેરઅને દિવસે વિસ્મૃત થઈ હોય તો પૂનમને કૃત્ય પડવાને દીવસે કરો”
૫. “તથા બે તેરશ કરવાથી કાઈક એમ કહેશે કે તિથિની વિરાધના થાય, ઉદયાત તિથિની વિરાધના ન કરવી, કરે તેહને મિથ્યાત્વ લાગે. ઇત્યાદિક સેનપ્રશ્નમાં વિશેષથી અધિકાર કહેલું છે પણ તે ચાલતા દિવસનો પાઠ છે કેમકે એજ સેનપ્રશ્નમાં તથા હીરપ્રશ્નમાં તથા તત્વતરંગિણીમાં કહ્યું છે જે બે અમાવાસ્યા તથા બે પૂનમ થાય ત્યારે બે તેરશ કરવી એમ ન કરીએ તે આગળ પાછળ એ ગ્રંથમાં વિરોધ આવે
શ્રી પૂજ્ય ધરણેન્દ્રસૂરિજીએ સં, ૧૯૨૮ અને સં. ૧૯૨૯માં ભાદરવા સુદ એકમની વૃદ્ધિએ બે તેરશ કરવાનું ફરમાન બહાર પાડેલ. તેની સામે એકમ પર્વતિથિ નથી બીજા માસની તિથિ છે પક્ષાંતર છે. વિગેરે દલીલો ઉભી થયેલ તેનો જવાબ આપતાં સાથે સાથે તેમણે તપાગચ્છની તે વખતની શાસ્ત્ર, સિદ્ધ વિના મતભેદવાળી વસ્તુઓ જણાવી તેમાં જણાવ્યું કે–
૧. પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ થાય.
૨. પર્વતિથિના ક્ષયે પૂર્વનીતિથિ લેવી અને વૃદ્ધિ વખતે ઉત્તરની તિથિ લેવી.
૩. પર્વેક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરતાં ઉદયને આગ્રહ ન રાખ.
આ ત્રણ વસ્તુને બાંધે કેઈએ લીધે નહિ. પરંતુ તે ત્રણે વસ્તુને તેમની સામે વાંધો લેનાર વગે પણ સ્વીકારી. માત્ર વધે “એકમ અપર્વતિથિ છે, તેથી તેની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવી તે વ્યાજબી નથી” એ રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org