________________
તે ૯૨ વર્ષના અનુભવી શ્રીપૂજ્ય પૂનમના ક્ષયે તેરસે ચૌદશ અને ચૌદશે પૂનમ કરવાનું જણાવે છે. ૨. શ્રી પૂજ્ય ધરણેન્દ્રસૂરિજીએ ભા. શુ. ૧ ની વૃદ્ધિએ બે તેરસે કરવાનું જણાવ્યું ત્યારે ૧ ઉદયવાળી ચઉદસ તેરસ થઈ. ૨. ઉદયવાળી પૂનમે ચઉદસ થઈ અને અને પ્રથમ ભા. સુ. ૧ અમાસ બની આ પ્રમાણે ત્રણ તિથિઓ પલટાણી. આથી ધરણેન્દ્રસૂરિજી સામે મિ ના સિદ્ધિ ગાથા રજુ કરવા પૂર્વક જણાવવામાં આવ્યું કે ઉદયવાળી તિથિ પલટનારને મિથ્યાત્વ વિગેરે દે શાસ્ત્રકારોએ જણાવ્યા છે અને એકમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવાથી આ દે લાગશે તેનું શું? ત્યારે તેમણે જણાવ્યું કે પૂનમ અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ જ્યારે આપણે બે તેરશ કે તેરશને ક્ષય કરીએ છીએ ત્યારે “ઉદય તિથિ” કયાં ઘટે છે? (કારણ કે પૂનમને ક્ષયે તેરશને ક્ષય કરવાથી ઉદયવાળી તેરશે ચૌદશ અને ઉદયવાળી ચૌદશે પૂનમ થાય છે તેમજ વૃદ્ધિ વખતે ઉદયવાળી ચૌદશ બીજી તેરશ બને છે અને ટિપણાની પ્રથમ પૂર્ણિમા કે અમાવાસ્યાએ ચૌદશ અને ટિપ્પણાની બીજી પૂનમ કે અમાવસ્યાએ પૂનમ કે અમાવાસ્યા બને છે ત્યાં “ઉદયતિથિ ઘટતી નથી છતાં તમે ને અમે બને તેમ કરીએ છીએ તેમ એકમની વૃદ્ધિએ ઉદયતિથિ ન ઘટે તે પણ કરવામાં વાંધો નહિ કારણકે પર્વ સમાચારી વખતે તિથિ સમાચારમાં ફેરફાર પૂવાચાર્ય કરતા આવ્યા છે)
આને જવાબ શ્રી પૂજ્ય શાંતિસાગરસૂરિ તરફથી આપતાં જણાવ્યું કે, ૧૪-૧૫ એ બે પર્વતિથિ છે, એકમ પર્વતિથિ નથી, પર્વતિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વની અપર્વ ઉદયતિથિ ફેરવતાં શાસ્ત્રવિરૂદ્ધ થતું નથી અર્થાત્ પૂનમની ક્ષયવૃદ્ધિ પ્રસંગે ચઉદસ અને પૂનમ વખતે “યંમિ' સિદ્ધાંત નથી સચવાતો તે શાસ્ત્ર વિરૂદ્ધ નથી પણ શાસ્ત્રથી જ તે સિદ્ધ છે, કારણ કે પર્વતિથિના ક્ષય વૃદ્ધિ પ્રસંગે તેની વ્યવસ્થા માટે ‘ક્ષયે પૂર્વાને પ્રૉષ અપવાદ વચન છે. માટે તેમણે લખ્યું કે– પાછળ ઉદીયાત તિથિને ફેરવતાં કાંઈ શાસ્ત્રવિરૂદ થતું નથી'
પૂનમની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ કરવામાં ઉદયને સિદ્ધાંત ન
* સં. ૧૯૯૭ માં કા. શુ. પહેલી પુનમે ચોમાસું બદલ્યું ત્યારે પૂ. આ. વિજયસિદ્ધિસૂરિ મહારાજને યોજના પૂર્વક પૂછાયેલ પ્રશ્નો.
પ્રશ્ન-૫ આપે પરંપરા બળી કહેવાય ?
ઉત્તર–પરંપરા શાની બોળી ? આ પરંપરા કહેવાતી હશે? શાસ્ત્રની આજ્ઞાની વિરાધના થાય એવી પરંપરા હોયજ નહિ જુઓ તમને કોઈને કદાચ યાદ નહિ હોય પણ મારા અનુભવની વાત છે. આ વાત, ૧૯૨૬ થી ૧૯૨૮ સુધીમાં બની છે. દેવસુરના ઉપાશ્રયે નાગરીશાળામાં ધરણેન્દ્ર શ્રી પૂજ્ય હતા તે વખતે પર્વતિથિઓને આ ફેરફાર કરવાનું તેમણે કરેલું તે વખતે સુબાજી તેમની પાસે જતા પણ ત્યારથી તેમણે ત્યાં જવાનું બંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org