________________
સચવાય તેમાં શાસ્ત્ર વિરૂદ્ધ નથી તે જણાવી પૂનમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિને તેમણે માન્ય રાખેલ છે.
ધરણેન્દ્રસૂરિજીના હેન્ડબીલમાં આગળ જણાવેલ પાંચ વસ્તુને શ્રી પૂજ્ય શાંતિસાગરજીએ સંપૂર્ણપણે સ્વીકારી છે. માત્ર એકમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવી તે અગ્ય છે તેમ જણાવેલ છે.
આ હેન્ડબીલબાજીમાં શ્રીપૂજ્ય શાંતિસાગરજીનું હેન્ડબલ શ્રી પૂની સત્તાના કિલ્લાને તેડવારૂપે સં. ૧૮૭૦ પછી પ્રથમજ હતું અને જેને મૂળચંદજી મહારાજની અનુમતિ હતી તેવું આ જંબુસૂરિજી મહારાજ આદિ જણાવે છે. પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ તે હેન્ડબીલમાં જ પ્રાપ્ત થાય છે. આમ સ્પષ્ટ છતાં તેમણે તેમના પુસ્તકમાં શ્રીપૂજ્યોના નામે શાસ્ત્રાનુલક્ષી દેવસુર સંઘની શાસ્ત્રસિદ્ધ પર્વ ક્ષયવૃદ્ધિએ પૂર્વ અપર્વ ફયવૃદ્ધિ કરનારી સમાચારી ને અશાસ્ત્રીય બનાવવા નિષ્ફળ પ્રયત્ન કર્યા છે.
ટુંકમાં સં. ૧૯૨૮ અને સં. ૧૨૯ માં પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની તથા પર્વ ક્ષયવૃદ્ધિ વખતે પૂર્વ અપર્વ ક્ષયવૃદ્ધિ કરવાની માન્યતા દેવસુર સંઘમાં સર્વ સંમત હતી. માત્ર એકમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાના શ્રીપૂજ્ય ધરણેન્દ્રસૂરિના ફરમાનને તે વખતે વિરોધ હતો. કર્યું બે ચાર વાર શ્રી. પૂજ્યના કેટવાળાં તેડવા આવ્યા પણ તેમણે કહી દીધું કે અસત્ય પ્રરૂપણ થઈ માટે હું નહિ આવું તે વખતે શ્રી. મુલચંદજી મહારાજા વિગેરેને પણ ઘણું દુખ થયું કે આ બહુ ખોટું થાય છે. પણ તે વખતે સાધુઓ થોડા અને શ્રી પૂજ્યનું બળ ઘણું, તે વખતે ઉહાપોહ પણ થયેલે પણ ચાલી પડયું વિગેરે.
(તા. ૧૫-૯-૪• વીરશાસન) ઉપર પ્રમાણેના ઉદગારોથી પૂ. આ. સિદ્ધિસૂરિજી મહારાજ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ વખતે પુર્વ અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરવાની રીતિ સં ૧૯ર૬ થી સં. ૧૯૨૦ સુધીમાં ધરણેન્દ્રસૂરિના વખતમાં થઈ હતી તેવું સ્મરણ રજુ કરે છે. અમારું માનવું છે કે આ ભકિક પરિણામી મહાત્માને એકમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિના શ્રી. પુજ્ય ધરણેન્દ્રસૂરિના આદેશને “પુનમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ ત્યારથી થઈ? તેથી ઉલટી વાતવડે ધરણેન્દ્રસૂરિના નામથી ઠસાવવામાં આવેલ. અને તે બેસાડેલ ગેડ વિસરાય નહિ માટેજ પુ. ધરણેન્દ્રસૂરિનું તથા પુ. શાંતિસાગરનું હેન્ડબીલ પુરૂં તેમને વંચાવવામાં કે બતાવવામાં આવ્યું નથી. ધરણેન્દ્રસૂરિ અને શાંતિસાગરનાં હેન્ડબીલ જેવાથી એકની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાને મદભેદ હતો પરંતુ તે બને હેન્ડબીલ સ્પષ્ટ જણાય છે કે તે વખતે જે. સં ૧૯૨૯-૧૯૩૦ માં છપાયેલાં છે તેમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પર્વ અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરવાનું તથા પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાનું સંપૂર્ણ સમર્થન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org