________________
શ્રી પાર્શ્વનાથાય નમ: પ્રાર્થન
મતભેદ પ્રશંસાપાત્ર અને વિચારશીલતા સુચવે છે.
જગતમાં આદર્શમાં આદર્શજીવન જે કેવું હોય તે તે શ્રી વીતરાગ પરમાત્માના માર્ગને વહન કરનારા મુનિઓનું જીવન છે. આ મુનિજીવન જીવનાર મુનિ મહાત્માઓને શિરે પિતાના જીવનને ઉન્નત બનાવવા સાથે પરના જીવનને પણ યથાશક્ય ઉન્નત બનાવવાની જવાબદારી છે. આથી સ્વશ્રેય સાધતા મુનિએ જ્યારે કોઈપણ આત્મા ખૂલના પામે છે. માર્ગચુત બને ત્યારે તેને કરૂણાબુદ્ધિથી યોગ્ય માર્ગ બતાવે તે ખુબ આવશ્યક છે, ન્યાયવિશારદ્દ ઉ. શ્રી. યશોવિજયજી મહારાજ તેમાં દૃષ્ટાન્ત સ્વરૂપ છે, તેઓ ત્યાગી વૈરાગી અને જ્ઞાની હોવા છતાં માર્ગચુત બનનારાઓને–જેન સિદ્ધાંતની આડે જૈન સિદ્ધાંતથી વિપરીત કહેનાર અને કરનારાઓને શાસ્ત્રનિરેશ દલીલો અને ઉપદેશ આપવામાં તેઓએ જરાપણ કમીના નથી રાખી. ત્યાગી માહાત્માએને ત્યાગ જ્ઞાનની ગવેષણ વિચારણા અને મનન દ્વારા શોભે છે આથી તેના ઉંડા અભ્યાસથી કઈકવાર ત્યાગ પ્રધાન પુરૂષોમાં પણ પ્રમાણિક રીતે મતભેદ પડે એ સહજ છે, આ મતભેદ વખતે પિતાને વિચાર રજુ કરવામાં લજા કે શંકાને સ્થાન જરાપણ ન હોય. મતભેદ મનભેદનું સ્થાન લઇ કદાગ્રહરૂપ ન બને અને વિચારણાના શુદ્ધ તરવમાં રહે ત્યાં સુધી તે તે મતભેદ જરૂર પ્રશંસા પાત્ર ગણાય અને આવા મતભેદ જૈનશાસનમાં બનતા હોય તે તે તેની સાચી શ્રદ્ધા સાથે વિચારશીલતા સૂચવે છે.
મતભેદમાંથી મનભેદ ઉભું થાય છે તે દીર્ઘદૃષ્ટિપણાને અભાવ જણાવે છે. પરંતુ આ મતભેદ મતભેદમાંથી મનભેદ પણ પરિણમે અને તેમાંથી ઈર્ષ્યા અહંભાવ જાગે ત્યારે તે ખૂબ જ અનિષ્ટ પરિણામ લાવી મુકે છે. વિચારણાથી ઉત્પન્ન થયેલ મતભેદ શરૂઆતમાં તેના સમાધાન દ્વારા શ્રદ્ધા અને ધર્મની દઢતા માટે હોય છે તે તેની દિશા ભૂલાવાથી ધર્મમાં દઢતા લાવવાને બદલે ધર્મના આરાધક પુરૂષામાં શિથિલતા શંકા અને છિન્નભિન્નતા લાવી મુકે છે, તે વખતે આવા મતભેદમાંથી થયેલ મનભેદ દીર્થ દષ્ટિપણાને અભાવ સૂચવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org