________________
૧૪
અને છેવટે કેવળ પ્રામાણિકપણે પ્રયત્ન કરનાર પૂ. આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ જેવા ફલેશભીરૂ મહાત્માઓને જુદા જુદા શબ્દો દ્વારા જેમ તેમ કહેવામાં આવ્યું.
નવીન માન્યતાથી થયેલ અવ્યવસ્થા ૧૨. ૧૫ર અને તેને અનુસરી સં. ૧૯૮૯માં ચંડાશુંચંડુ પંચાંગમાંના પાંચમના ક્ષય પ્રસંગે કયું પંચાંગ લઈ સંવછરીનો નિર્ણય કરવો તે પુરતો મુસદા ઉપર આ. રામચંદ્રસુરિજી વિગેરેની સહીઓ ન થઈ શકી અને સં. ૧૯૯૩માં સંવછરી અને તેને અંગે પર્વષયવૃદ્ધિની તિથિચર્ચાને નિકાલ ન આવી શકો.
આથી સ્પષ્ટ છે કે તપાગચ્છમાં ટિપ્પણની પર્વષયવૃદ્ધિએ પૂર્વ અપર્વષયવૃદ્ધિ કરનાર શાસ્ત્રાનુલક્ષી પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે એકપક્ષ પૂ. આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજી પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજી પૂ. આ. વિજયવલ્લભસૂરીશ્વરજી વિગેરે ૪૦ આચાર્યોને મોટો સમુદાય છે. બીજા પક્ષે પૂ. આ. વિજયરામચંદ્રસૂરિજી પૂ. આ. વિજ્યસિદ્ધિસૂરિજી મહારાજ વિગેરેને નાને સમુદાય છે. ચાલુ ચર્ચામાં મોટા સમુદાયમાં બીજા અનેક મતભેદ છે તેવી પ્રચારવામાં આવતી વસ્તુ પાયાવિનાની છે. તે આ સં. ૧૯૯૩માં ઘડાયેલ મુસદ્દો સ્પષ્ટ જણાવે છે અને આજે પણ પર્વ ક્ષયવૃદ્ધિ વિનાના પંચાંગોને વિના મતભેદે સ્વીકારી ૪૦ આચાર્યો એકજ સરખી રીતે પ્રવૃત્તિ કરે છે.
૧૧. “શ્રી નેમિસુરિજીને જણાવવાનું કે આખા સમાજમાં અને ગામેગામ ભેદી રમત રમી ફૂલેશને દાવાનળ સળગાવી...............ઘણું જ શરમજનક છે.”
| (વીરશાસન વર્ષ ૧૫ અંક ૪૧) આ વખતે સાગરજીને મદગારે મળી ગયા. ખાસ કરીને શ્રીનેમિસુરિજીએ તેમને પક્ષ લીધે અને આમતેમ માણસ મોકલીને અન્ય આચાર્યોને પણ રવીવારે સંવત્સરી કરવાની માન્યતા તરફ ખેંચ્યા, તેઓને સમજાવ્યું કે આપણામાં પર્વતિથિની હાનિવૃદ્ધિ કરવાનો રિવાજ નથી.”
(તિથિ સાહિત્ય દર્પણ પૃ. ૨૩) આ ઉપરથી સમજાશે કે પૂ. આ. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પર્વતિથિની હાનિવૃદ્ધિ માનતા નથી અને તે નહિં માનવાથી કેવળ સમાજની હતબુદ્ધિ હૈડે ધરનાર વૃદ્ધ અને નાની આચાર્યદેવ પૂ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને જેમતેમ કહેવામાં આવ્યું.
૧૨ “મરહુમ જૈન ધર્માચાર્ય શ્રી આત્મારામજી મહારાજે પિતાની હયાતીમાં છઠને ક્ષય કરવા વિષે અભિપ્રાય જણાવ્યો હતો અને હાલ પણ ઘણા ખરા મુનિમહારાજા તથા ભરૂચના શેઠ અનુપચંદ મલુકચંદ જેવા મહાશયો છઠને ક્ષય કરવાની સલાહ આપે છે. તે સર્વને માન્ય કરવા યોગ્ય છે. શ્રી જેનમત સ્યાદાદથી ભરેલો છે આ લેખની અંદર આપેલા તિથિનિર્ણય સંબંધી ઉત્સર્ગ અપવાદના પાઠ જ તેની અનેકાંતતા દેખાડી આપે છે. માટે જોધપુરી પંચાંગ જે સર્વજ્ઞ કથિત નથી, અને જે એકલાને જ માનવું એવો શાસ્ત્રાધાર નથી. તેના ઉપર જેનભાઈએએ એકાંત હઠ કરો અને બીજાં શોધને અંતે ખરાં માલમ પાડતાં પંચાંગોને અનાદર કરવો ઘટતો નથી.” (સયાજીવિજય, જેને માટે ખાસ, વડોદરા બુધવાર તા. ૫ ઓગષ્ટ સને ૧૮૯૮ અષાડ વદી ૧૧ સંવત ૧૯૫૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org