________________
૧૫
મતભેદ હતે. સં. ૧૯૯રમાં પણ તેજ પ્રમાણે બીજા પંચાંગને આધાર લઈ છઠ્ઠની વૃદ્ધિ કરી સંવછરી શનિવારે કરવામાં આવી હતી તે તે પુરત મતભેદ રહેત પણ સં. ૧૯રમાં આ. રામચંદ્રસૂરિજીએ પર્વક્ષયવૃદ્ધિ કરવાનું સ્વીકારી પર્વતિથિની નિયતતારૂપ વ્યવસ્થાના સિદ્ધાંતમાં કાયમી મતભેદ જૈન સમાજમાં ઉભો કર્યો અને તેથી પર્વતિથિની ક્ષય વૃદ્ધિ દેખાડનારા તેમના મતના પંચાંગે અને પ્રાચીન પ્રણાલિકાને અનુસરતાં ઘણું વખતથી બહાર પડતાં હતા તે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ વિનાનાં પંચાગે એમ બે પ્રકારના પંચાંગે જેન પંચાંગ તરીકે પ્રચારવા માંડયાં. પૂનમ આદિની વૃદ્ધિએ જુદા જુદા દિવસે પકુખી પ્રતિક્રમણાદિ પર્વાનુષ્ઠાની આરાધના થવા લાગી, લેકલજજા અને વડીલોની આમન્યાએ પર્વદિવસોએ સચિરત્યાગ વિગેરે કરનારા યુવકે જુદા જુદા બાનાતળે પર્વદિવસોએ સચિત્તાદિ વાપરનારા બન્યા, પૂનમ આદિના ક્ષયે બારપર્વની અખંડ આરાધનાની તેમની શ્રદ્ધાવાળાને ખલના થવા લાગી, અર્થાત્ પર્વદિવસોની સેંકડો વર્ષથી ચાલતી નિયત વ્યવસ્થાને ઠેકાણે આરાધનામાં પર્વતિથિના ક્ષય વૃદ્ધિ પ્રસંગે હરહંમેશ માટે સમાજમાં અવ્યવસ્થા અને ગરબડ આ નવીન વસ્તુ પર્વ ક્ષયવૃદ્ધિને રજુ કરવાથી થઈ. (૨)
હવે આ પર્વતિથિની નિયતતાની વ્યવસ્થાના સિદ્ધાંતને સમજવા સામાન્ય તિથિ કરતાં પર્વતિથિ આરાધ્યપણુએ કેમ ? તે પ્રથમ સમજવું જોઈએ.
જૈન શાસનમાં દેવ મનુષ્ય નારક અને તિર્યંચરૂપ ચારગતિમાં મનુષ્યભવને ધર્મારાધનની મસમરૂપ માનવામાં આવ્યું છે. આથી જન શાસન પામનાર આત્માઓને શ્રાદ્ધવિધિકાર બની શકે તે ૧૩ હરહંમેશ ધર્મારાધન કરવાની ભલામણ કરે છે અને તે ધર્મારાધન હરહંમેશ ન બને તે દીવસ અને રાત્રિની
આ ઉપરથી સ્પષ્ટ છે કે સ. ૧૯૫૨માં સ્વ. પૂ. આત્મારામજી મહારાજે શ્રી અનુપચંદભાઈએ અને બીજા મોટા ભાગે બીજા પંચાંગને આશરો લઈ ભા. સુ. છઠ્ઠનો ક્ષય કર્યો હતો. ટૂંકમાં સં. ૧૯૫૨ માં ચંડાશુચંડને બદલે એકપક્ષે ભા. શુ. ના ક્ષયવાળા પંચાંગને આધાર માટે લીધું હતું અને બીજા પક્ષે ચંડાશુચંડને આધારરૂપે લઇ ભા, સુ. ૫ ક્ષયે ભા. સુ. ૩ને ક્ષય કર્યો હતે. અર્થાત કયા પંચાંગને સં. ૧૯૫૨ ના વર્ષ પુરતું આધારરૂપે લેવું તેટલો મતભેદ હતો. १३. जइ सव्वेसु दिणेसु पालह किरिअं तओ हवइ लटुं। जइ पुण तहा न सकह तहवि हु पलिज्ज पव्वदिणं ॥
( શ્રાદ્ધવિધિ પ્રકાશ ૩) જે સર્વ દિવસોમાં ધર્મક્રિયા પળાય તે સારું, પરંતુ જો તેમ ન કરી શકાય તો પર્વના દિવસે તે અવશ્ય પાળો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org