________________
મતભેદના નિરાકરણના સાધને–૧ આચારણું અને ૨ શાર
જેનશાસનમાં કઈપણ મતભેદ પડે ત્યારે તે મતભેદને વિચાર આચરણા અને શાસ્ત્ર એ બેથી કરવામાં આવે છે. મતભેદ વખતે ગીતાર્થ પૂર્વ પુરૂષોની આચરણ જે મળે તે ભવભીપુરૂષે પોતાની માન્યતા તરતજ છોડી દે છે. આ આચરણને આટલું બધુ મહત્ત્વ આપવાનું કારણ પિતાના પુરોગામી પુરૂષ બહુશ્રુત, ભવભીરૂ અને પ્રામાણિક હતા તેમણે જે આ આચરણા ચાલવા દીધી કે પ્રવર્તાવી તે શાસ્ત્ર, શાસનની મર્યાદા અને શાસનની હિતબુદ્ધિને ધ્યાનમાં રાખીને જ હેવી જોઈએ. ગીતાર્થ પૂર્વ પુરૂષોની આચરણને માન્ય રાખવામાં તેમની પ્રામાણિકતા, તેમનું જ્ઞાન, તેમના ગ્રંથ અને તેમનું શાસનહિતલક્ષીપણું માન્ય થઈ જાય છે. ગીતાર્થપૂર્વપુરૂષની આચરણને માન્ય નહિ રાખવાથી તેમનું પ્રામાણિકપણું, તેમના ગ્રંથ અને તેમનું શાસન હિતલક્ષીપણું માન્ય થતું નથી. શાસ્ત્રમાં ભા. શુ. ૫ ની સંવછરી છતાં પૂ. કાલિકસૂરિ મહારાજે ભા. શુ. ૫ ની સંવછરીને બદલે એથે સંવછરી કરી, તેને માન્ય રાખવામાં જૈનસંઘે કાલિકસૂરિમહારાજનું ગીતાર્થપણું અને શાસન હિતલક્ષીપણું માન્ય રાખ્યું છે. તેજપ્રમાણે શાસ્ત્રમાં દોરે નહિં બાંધવાનું, ગાંઠ નહિં વાળવાનું વિધાન હોવા છતાં પૂર્વ પુરૂષોએ કદરાને બાંધવા વિગેરેની પ્રવૃત્તિ કરી તેને જૈનસંઘે પિતાના પૂર્વ પુરૂષની શાસ્ત્ર અને શાસનહિતલક્ષીપણાની પ્રકૃષ્ટતાને માન્ય રાખી સ્વીકારેલ છે. આથી ગીતાર્થ પૂર્વ પુરૂષની આચરણ મળે ત્યારે ભાવભીરૂ આત્માઓએ મુદ્દલ આગ્રહ રાખવો ન જોઈએ.
જે મતભેદમાં પૂર્વપુરૂષની આચરણ ન મળે અને શાસ્ત્રપાઠ મળતું હોય તો તે શાસ્ત્રપાઠ જનસંઘ આગળ રજુ કરી, જૈનસંઘનું હિત લક્ષ્યમાં રાખી, જનસંઘમાં છિન્ન ભિન્નતા ન થાય તેવી રીતે પ્રથમ સર્વસંમત બનાવી તેની પ્રવૃત્તિ કરવી જોઈએ.
૨૬ દેવમુર તપાગચ્છની સર્વસંમત ચાલુ આચારણપ્રણાલિકાને સાબીત કરનાર ૩૦૦ વર્ષ સુધીના સ્પષ્ટ ઉલ્લેખો –
વિજયદેવસૂર તપાગચ્છ કે જે ગચ્છમાં ટંકશાળી પ્રખર નિયાયિક ઉ. યશેવિજયજી મહારાજ, અનેક ગ્રંથકર્તા પૂ. ઉ. મેઘવિજયજી મહારાજ, પૂ. આ. જ્ઞાનવિમલસૂરિજી, પૂ. પં. સત્યવિજયજીગણિ, પૂ. પં. પદ્મવિજયજીગણિ અને પૂ. પં. રૂપવિજયજી ગણિવર (જેઓ વિદ્યમાન સર્વ સાધુઓના પ્રપિતામહ છે) તે સર્વ થયેલા છે. અને તે સર્વેએ પર્વ કે પર્વનન્તરપર્વની ક્ષયવૃદ્ધિ પ્રસંગે
૨૬. યુગપ્રધાન વિજયદેવસૂરિની વિશેષ હકીકત માટે જૈન ધર્મ વિકાસ પુસ્તક ૪ અંક ૨-૩ ને “તિથિચર્ચા પર્વવ્યપદેશને મારો લેખ જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org