________________
"पोस सुदि चउदस शुक्रवारी थास्ये वारस तेरस मेला थास्ये शनिवारि पूनम थास्ये ते जाणवुजी"
પૂ. પં. રૂપવિજ્યજી ગણિવર પર્વતિથિના ક્ષયે પૂર્વ અપર્વતિથિના ક્ષય કરવાની દેવસુર સંઘની શાસ્ત્રાનુલક્ષી પ્રણાલિકાને અનુસરીને ચૌદશ પર્વના ક્ષયે તેરશને ક્ષય કરવાનું જણાવ્યું અને તેથી ટીપણાની વ્યવસ્થા પિષ સુદ ૧૨ ગુરૂ, શુ. ૧૪ શુક્ર, પિષ શુ. ૧૫ શનિ આ રીતે થઈ. અને એ જ રીતે આપણે સર્વસંમત સંવત ૧૯૯૨ સુધી કરતા હતા. માત્ર સં. ૧૯૯૨ પછી વિજયરામચંદ્રસૂરિએ તેમાં વિક્ષેપ ઉભો કર્યો છે.
આ. પૂ. પં. રૂપવિજયજીગણિવરના પત્રમાં પર્વષય પ્રસંગે પૂર્વ અપર્વતિથિને ક્ષય કરવો તેના માટે ટીપ્પણના પિષ શુદિ ૧૪ ના ક્ષયને પ્રસંગ છે, પવનંતર પર્વક્ષય પ્રસંગે પૂર્વ અપર્વતર તિથિને ક્ષય કરો. તેને માટે ટીપ્પણનો કા. શુ. ૧૫ ના ક્ષયને પ્રસંગ છે અને પર્વનંતરપર્વની વૃદ્ધિ વખતે પૂર્વતર અપર્વતિથિની વૃદ્ધિ કરવી તેને માટે કા. વ. ) ની વૃદ્ધિનો પ્રસંગ છે. આ ત્રણેમાં પર્વક્ષયવૃદ્ધિ ન કરતાં પૂર્વ કે પૂર્વતર અપર્વની ક્ષયવૃદ્ધિ કરી છે. જે આજની આપણી પ્રણાલિકાને સંપૂર્ણપણે સમર્થન આપે છે.
પૂ. પં. રૂપવિજયજી ગણિવર વિદ્વાન, પ્રતિભા સંપન્ન, સંવેગ મુનિઓના આગેવાન અને આજના વિદ્યમાન પૂ. આ, નેમિસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. વિજયનીતિસૂરીશ્વરજી મહારાજનો સમુદાય પૂ. આ. વલ્લભસૂરીશ્વરજી મહારાજ, લબ્ધિસૂરિજી મહારાજ, દાનસૂરિજી મહારાજ, આ. પ્રેમસૂરિજી તથા રામસુરિજી વિગેરે તમામ આજના વિજય શાખાઓના મુનિઓના પ્રપિતામહ છે. તે પૂ. પં. રૂપવિજયજીગણિવર ટીપ્પણાની કા. શુ. ૧૫ ના ક્ષયે તેરશને ક્ષય કરી ચૌદશ પૂનમ જુદા જુદા જોડીયા પર્વ રાખે છે. તેની વિરૂદ્ધમાં આ. વિજયરામસૂરિજી જણાવે છે કે
“કાર્તિક પૂર્ણિમાના ક્ષયે કાર્તિક પૂર્ણિમાની યાત્રા ચતુર્દશીના ઉદયવાળા દિવસે થાય કે અન્ય કઈ દિવસે થાય ?”
આ મુદ્દાના સંબંધી અમારું મંતવ્ય એવું છે કે-પૂર્ણિમાના ક્ષયે ચતુર્દશીએ જ ચતુર્દશી અને પૂર્ણિમા વિદ્યમાન હોય છે. એટલે તે એક જ દિવસે બન્નેના આરાધક બનાય. પૂર્ણિમાની યાત્રા તે દિવસે કરવી એ વ્યાજબી ગણાય.” (આ. રા. સમર્થન મુ. ૨૫)
પૂ. પં. રૂપવિજયજી ગણિવરની સામે તેમના વડીલોની આચરણનો આધાર છે અને પિતે પણ શાસ્ત્ર જાણ છે. તેમની પછી તેમના શિષ્ય કીર્તિવિજયજી મ. કસ્તુરવિજયજી મ. મણિવિજય દાદા, બુટેરાયજી મ. આત્મારામજી મ. ઉપાધ્યાય વીરવિજયજી અને દાનસુરિજી મ. વિગેરે એ દીક્ષાથી લઈ અંદગી સુધી પૂનમ અમાસના ક્ષયે તેરસને ક્ષય કરી ૧૪-૧૫ પૃથફ અને બે જોડીયા પર્વ તરીકે આરાધ્યાં. આ. રામવિજયજી મહારાજે પણ સં. ૧૯૯૨ સુધી જુદા જુદા પર્વ તરીકે આરાધ્યાં. હવે આ મહાત્મા ચૌદસના દિવસે પૂર્ણિમાની યાત્રા થાય તેમ જણાવે છે તેમણે જે આજસુધી પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વ અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરી તેને આજે શા માટે બદલવાનું સુકે છે તે સમજાતું નથી.
આ નવી વાતના સમર્થનમાં નથી આપતા શાસ્ત્ર આધાર કે નથી આપતા કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org