________________
જે શ્રી મુનિસુંદરસુરિ આચાર્ય શ્રીદશતરંગીના ગ્રંથને અંતે કહ્યું છે. જે આવતા દુષમ કાળને વિશે એટલે પાંચમા આરાયે ઘણાક જી એહેવા થશે કે તેના મનના સંદેહ મટશે જ નહીં. ને સમાચારી સુવિહિતની કરેલી તેને દેષણ લગાડશે એહેવું કહ્યું છે માટે એ કારણ હવણ દેખાઈ આવે છે. માટે અમે દ્વેશ કરતા નથી. એવા જીવોની અમને અનુકંપા ઉપજે છે. માટે પરંપરાગમ સમાચારી પ્રકાશ કરી આ પત્ર છપાવ્યું છે તે એ તેરશ કરવી તે માટે ભવ્યજીવ શુદ્વમાર્ગના ખપના કરનાર પુરૂષને એ સમાચારી ન સંદેહ ધારવી. એ એમાણે અઠ્ઠાઈ તથા અઠ્ઠાઈનાં પારણાં તથા ચૌદશ તથા ક૯૫ધર સર્વ મર્યાદા પ્રમાણે થાય છે
માટે સંઘને આ મર્યાદા પ્રમાણ કરવી એજ શ્રેય છે.
અમદાવાદ સમશેર બહાદુર છાપાખાનામાં સવાઈભાઈ રાયચંદે છાપ્યું.
સંવત ૧૯૩૦ના વર્ષે તા. ૧૩મી અગષ્ટ સને ૧૮૭૩
શ્રી પૂજ્ય શાંતિસાગરજીનું હેન્ડબોલ–
પજુસણ વિષે ભાદ્રવા સુદ ૧ બે કરવાને શાસ્ત્ર પ્રમાણે નિર્ણપત્ર છે તે આપ વાંચી પર્યુષણ પર્વ યથાર્થ રીતિએ કરવાં
* “સ્વસ્ત શ્રી પાર્શ્વન પ્રણમ્ય, શ્રીમદ્ ભટારક શ્રી શાંતિસાગર સુરીશ્વરજી આદેસાત લી. ૫. વિમલસાગરજી. તત્ર. શ્રી
જોગ લખવા કારણ એ છે જે આ વરસમાં ભાધરવા શુદ ૧ બે છે. ને ગઈ સાલમાં પણ એકમે બે હતી તે ઉપરથી ગઈ સાલમાં દેવસુર ગચ્છના શ્રીજી વિજયધરણંદ્રસુરી પાટણમાં ચોમાસું હતા તે વખતે તેમણે શ્રી અમદાવાદ કાગળ લખે તેમાં લખ્યું હતું કે- ભાદરવા શુદિ ૧ બે છે. પણ તમારે શ્રાવણ વદ ૧૩ બે કરવી. તે કાગળ પજુસણની લગભગ વખતમાં આવેલ કે કઈ જ ઉપર કાગળ લખી ન શકાય. તે કાગળ ઉપર અતરેના માણસોએ કાંઈ લક્ષ્ય ન રાખતાં એમના ભરૂસા ઉપર કેટલાક માણસેએ શ્રાવણ વદ ૧૩ બે કરી. ને કેટલાક માણસોએ પંચાંગ જોતાં એ શ્રીજીના કાગળ ઉપર ભરૂ ન પડવાથી ભાદરવા સુદ ૧ બે કરી હતી.
આ સાલમાં પણ એ દેવસુરના શ્રીજીએ અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ તથા તે શીવાય સંઘના માણસને બોલાવ્યા વીના પોતાના અપાશરામાં રેજના માણસો આવતા જતા હશે. તેમની વીદમાણે એકદમ શ્રાવણ વદ ૧૩ બે મુકરર કરી. એ વાત ઘણું લેકના સાંભળવામાં આવી તેથી વિસમય પામ્યા કે આ અજુકતું ન કરવાનું કામ શું કર્યું કે ઉદીયાત ચઉદશ લાપી તેથી સંઘના ઘણાક માણસો સાગરગચ્છના શ્રીજી સાહેબ શાંતીસાગરજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org