________________
થતા હોવાથી શાસ્ત્રકાર મહર્ષિઓને ઉદયતિથિની સ્પષ્ટ વ્યાખ્યા કરવી પડી છે અને તે “ઉદયતિથિ ન માનનારને મિથ્યાત્વ વિગેરે આકરા ઉપાલંભ આપવા પડ્યા છે.
આ ઉદયતિથિના મતભેદ પછી ખરતરગચ્છવાળા, શ્રાવણની વૃદ્ધિમાં બીજા શ્રાવણે અને ભાદરવાની વૃદ્ધિમાં પ્રથમ ભાદરવે પર્યુષણ-સંવછરી કરવા લાગ્યા તેથી “માસવૃદ્ધિ અંગે તપાગચ્છ સાથે ખરતરગચ્છને મતભેદ પડયે જેને વિચાર કસૂત્રાદિગ્રંથોની ટીકામાં ઉપલબ્ધ થાય છે. માસવૃદ્ધિ સાથે પતિથિ વૃદ્ધિમાં પ્રથમ તિથિ વધુ ભેગવટાવાળી હોવાથી તે પ્રથમતિથિ પર્વતિથિ તરીકે કહેવાય તેમ ખરતરગચ્છવાળાઓએ માનવાનું શરૂ કર્યું. આથી વૃદ્ધી કાર્યા તત્તરા” પદને અનુસરી ઉત્તર તિથિને પર્વતિથિ તરીકે માનનાર આપણું તપાગચ્છ સાથે તિથિવિષયક મતભેદ પડશે, આ ઉપરાંત આઠમના ક્ષયે સાતમને આઠમ બનાવી ખરતરગચ્છવાળા “ક્ષયે પૂર્વો” ને ચરિતાર્થ કરતા હતા. પરંતુ ચૌદશના ક્ષયે પૂર્ણિમાને દિવસે પાક્ષિક કરવાનું તેઓએ રાખ્યું તેથી તેરસે ચૌદસ બનાવી ચૌદસ કરનાર તપાગચ્છ સાથે ચૌદસની આરાધના વખતે ખર તરગચ્છવાળ એને મતભેદ પડે. આવા અનેક મતભેદોની વિચારણું અને નિરસન તે વખતના પ્રસિદ્ધ પૂ.પા. જગદ્ગુરૂ હીરસૂરીશ્વરજી મહારાજના ગુરૂ વિજય દાનસૂરિજી મહારાજ વખતે થયેલ પૂ.ઉ. ધર્મસાગરજી મહારાજે પોતાના બનાવેલ તત્ત્વતરંગિણિ તથા પ્રવચનપરીક્ષા વિગેરે ગ્રંથમાં કર્યું. તથા ખરતરગચ્છની માન્યતા સંબંધી થયેલ મતભેદને અંગે જિજ્ઞાસુ મુનિઓએ પૂ. હીરસૂરિજી મહારાજ સાહેબ તથા પૂ. વિજયસેનસૂરિજી મહારાજ સાહેબને પૂછેલા પ્રશ્નના જવાબ હીરપ્રશ્ન અને સેના પ્રશ્નમાં પણ આપવામાં આવ્યા છે. આથી તેમાંના, ચર્ચા પ્રસંગોમાં ખરતરગચ્છની દલીલેને જવાબ આપતાં તપાગચ્છની તે વખતની માન્યતા કેવી હતી તેની સ્પષ્ટતાને સારે ખ્યાલ આવે છે. તથા આ ઉપરાંત ખરતરગચ્છવાળાઓએ પિતાની માન્યતા રજુ કરતાં તપાગચ્છની રિતિ પ્રત્યે જે શંકાઓ ઉઠાવી તે અને તે શંકાઓના તપાગચ્છવાળા તરફથી જે રદીયાઓ આપવામાં આવ્યા તે બે ઉપરથી પણ તપાગચ્છની માન્યતા અને આચરણાની સારી સમજ મળે છે. તિથિને માને તે વ્રત તપ વિગેરે સર્વાની અવ્યવસ્થા થાય. બુધવારે બે ઘડી પછી ચૌદશ શરૂ થઈ અને ગુરૂવારે એક ઘડી પછી પૂનમ બેઠી “પ્રવિષ્ટ તિથિજ આરાધવી” તેવા આગ્રહવાળે માણસ બુધવારે સૂર્યોદય પછી બે ઘડી સુધી હું છુટો છું એમ માની વ્રત નિયમ ન પાળે અને ગુરૂવારે એક ઘડી પછી બીજી તિથિ હોવાથી ચૌદશના નિયમથી હું છુટો છું એમ માની ચૌદશ પાળું છું એમ માનવા પૂર્વક ચૌદશના નિયમથી છુટા વિચરે તો અનેક અનર્થ થાય અને એમ કરતાં વ્રતાદિ વિગેરે સર્વમાં મુશ્કેલી આવી પડે.
આ ઉપરાંત શ્રાદ્ધવિધિકારે “આદિવેલાયા વિગેરે પદ આપી ઉદયતિથિ કોને કહેવી તેની સ્પષ્ટ વ્યાખ્યા કરી વ્રત નિયમોને પાળવાની વ્યવસ્થા કરી આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org