________________
ઉપરથી સ્પષ્ટ થાય છે કે –તે વખતે તપાગચ્છવાળા પૂનમ અમાસની વૃદ્ધિએ બે તેરસ કરતા હોય તે જ પૂછાય કે તમે પહેલી તિથિએ પાક્ષિક કરી છે તેનું કેમ? નહિતર તે પ્રશ્નને સંભવ જ ન હોય.
આથી સ્પષ્ટ છે કે–સં. ૧૬૬૫ માં તપાગચ્છવાળા પર્વ કે પર્વનન્તરપર્વ તિથિની ક્ષય વૃદ્ધિ કરતા ન હતા પણ પર્વ કે પર્વોતરપર્વની ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરતા હતા. कर्तारः तदेवं तव काकारेरिव प्रतिनियतदिवसमाापौषधवतधाम्नो ध्वान्तात्मकतया तदन्यदिनतग्रहणतमसः प्रकाशात्मकतया च प्रतिभानं विचार्यमाणं कथं न व्याहतं भवति ।
xअन्यच्चेदं अमावास्यापूर्णिमावृद्धौ सूर्योदययुक्तामुदयचतुर्दशी पर्वतिथिमपि महामिथ्याकल्पनया द्वितीयां त्रयोदशी मत्वा अन्येभ्यः कथयित्वा च तस्यामुद. यचतुर्दशीपर्वतिथावपि पौषधादि धर्मकृत्यानि ये निषेधयन्ति तदुत्सूत्रं स्पष्टमेव.
(ઉસૂત્રખંડન પત્ર ) આ શબ્દો દ્વારા ખરતરગચ્છવાળા કહે છે કે-નિયત દિવસોએ પષધ કરવાનું પ્રતિપાદન કરનારા અને બીજા દીવસે પૌષધ નહિ કરવાની વાતને સમર્થન કરનારાં શાસ્ત્રો હોવા છતાં નિયત અને અનિયત અને દિવસેએ પૌષધ જેઓ કરે છે તે તમારા સરિખાજ ઉત્સુત્ર પ્રવૃત્તિ કરનારા છે. આ પ્રમાણે તમારે પ્રતિનિયત દિવસ ગ્રાહ્ય પૌષધ વ્રતરૂપ પ્રકાશ અંધારાપણે અને પ્રતિનિયત સિવાયના દીવસના ગ્રહણરૂપ અંધારાનું પ્રકાશ પણે થતું ભાન વિચારતાં શું ખોટું નથી જણાતું?
આ વાતને સ્પષ્ટ કરવાના આશયે સં. ૧૯૮૯ માં છપાવનાર જિનદત્ત જ્ઞાન ભંડાર ટીપણીમાં જણાવ્યું કે–
અમાવાસ્યા અને પૂર્ણિમાની વૃદ્ધિમાં સૂર્યોદયયુક્ત ઉદયવાળી ચૌદશ પર્વતિથિને પણ મહામિથ્યા ક૯૫નાએ બીજી તેરસ કરીને અને બીજાઓને બીજી તેરસ તરીકે જણાવીને તે ઉદયવાળી ચૌદશ પર્વતિથિમાં પણ પૌષધાદિ ધર્મકૃત્યોને જેઓ નિષેધ કરે છે તે સ્પષ્ટજ ઉત્સુત્ર છે.
આ ઉપરથી ઉસૂત્ર ખંડનકાર અને તેના ટિપ્પણકાર એમ કહેવા માગે છે કે
તમે ઉ. ધર્મસાગરજી અને તમારે તપાગચ્છ જે પૂનમ અમાવાસ્યાદિની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરે છે તે વ્યાજબી નથી. કારણકે પૂનમ અમાસની વૃદ્ધિએ સૂર્યોદયવાળી ચૌદશને બીજી તરસ બનાવો છો ને તે દીવસે પૌષધ આદિ કરતા નથી. (આને માટે જ-તિનિધિત્રતાની વાત્તામરતા વિગેરે લખ્યું.)
આને જવાબ તપાગચ્છના ગ્રંથોમાં અનેક રીતે અપાયો છે. પરંતુ આ ખરતરગચ્છના ઉત્સુત્ર ખંડનના વચનથી એ તે ચોક્કસ થાય છે કે આ ગ્રંથ રચાયો ત્યારે અને તે પહેલાં ઘણાં વર્ષો અગાઉ તપાગચ્છમાં પૂનમ અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ થતી હતી.
આથી સ્પષ્ટપણે સિદ્ધ થાય છે કે તે વખતે સં. ૧૬૬૫ માં તપાગચ્છમાં પૂનમ અમાસની ક્ષય વૃદ્ધિએ તપાગચ્છમાં તેરસની સયહિ થતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org