________________
દેખીતી રીતે સરલ દેખાતી આ ચચા શાસ્ત્રપાઠ તેના અર્થ ભેદ અને આચરણાના આધારાથી એટલી બધી ગુંચવાયેલ છે કે જેની યોગ્ય સમજ વગરના પુરૂષો તેની સાચી સમજ પામી શકે તેમ નથી. આ મતભેદ આચરણું સાથે સંબંધ રાખનાર હોવાથી આ મતભેદને સંબંધ તે મતભેદની સમજવાળા વર્ગ સાથે ન રહેતાં ધાર્મિક ક્રિયાકાંડ કરનાર આખા સંઘની સાથે સંકળાયેલ છે. તેથી જ કહેવામાં આવ્યું છે કે દરેક સમજદાર માણસે તેને સમજવા પ્રયત્ન કરે જોઈએ અને તેને સમજી ગ્યાયેગ્યને નિર્ણય કરી તે પ્રમાણે પર્વતિથિનું આરાધન કરવું જોઈએ. આ ચર્ચામાં બન્ને પક્ષને મતભેદઃ ૧ શાસ્ત્રાનુલક્ષી પ્રાચીન પ્રણાલિકા
ટીપ્પણમાં બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ, પર્વતિથિઓની ટીપણાની રીતે ક્ષય કે વૃદ્ધિ આવે તો તેની પૂર્વ અપર્વ એકમ, ચોથે, સાતમ, દસમ, તેરસ વિગેરેની ક્ષય વૃદ્ધિ કરવી અને ટીપણામાં પૂનમ અમાસ પર્વોન્તર પર્વતિથિઓની ટીપણાની રીતે ક્ષયવૃદ્ધિ આવે તે પૂર્વ અપવ તેરસની ક્ષયવૃદ્ધિ કરવી. આ કરવાની રીતિ આજે નવિન જણાવવામાં આવતી નથી, પરંતુ સેંકડો વર્ષથી ચાલી આવતી આચરણા મુજબની આ રીતિ છે એટલું જ નહિ પણ બને પક્ષના પૂર્વજોએ પણ આજ સુધી એ રીતિનું જ અનુસરણ કરેલ છે. આ વિજયરામચંદ્રસૂરિજી પણ સંવત-૧૯૯૨ સુધી પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરવાની રીતિને અનુસર્યા છે. અને આ રીતિને શાસ્ત્રપાઠાનું પણ સંપૂર્ણ સમર્થન છે. ટૂંકમાં પર્વતિથિને આકયિને જ આરાધના કરાતી હોવાથી પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય નહિ. ૨ શાયાધારે પ્રણાલિકા બદલવી જોઈએ તેવા થનપૂર્વક
રજુ થતી રીતિટીપણામાં બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ વિગેરે પર્વતિથિઓની ક્ષય કે વૃદ્ધિ હોય તો આરાધનાના પંચાંગમાં પણ બીજને ક્ષય બે બીજ વિગેરે કરી લખી પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ એમજ ઉભી રાખવી, અને બીજ વિગેરે ક્ષીણ પર્વતિથિની આરાધના પૂર્વના એકમ વિગેરે અપર્વ દીવસે એકમ બીજ” એમ બે તિથિ સાથે કહેવા લખવા પૂર્વક કરવી, પર્વવૃદ્ધિ વખતે બે બીજ વિગેરે બે તિથિ બોલવા પૂર્વક બીજી પર્વ તિથિના દિવસે તેની આરાધના કરવી. પર્વાન્તર પર્વ–પૂનમ અમાસના ક્ષય પ્રસંગે તેની આરાધના ચૌદશમાં સમાઈ જાય, પૂનમ અમાસની વૃદ્ધિએ ચૌદશ પછીની પ્રથમ પૂર્ણિમાને ફૂગગણવી અને બીજી પૂનમને પૂનમ કરવી, ટુંકમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય અને તેને શાસ્ત્રપાઠેનું સમર્થન છે તેમ તેમનું માનવું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org