________________
( ૧૩ ) પૂજ્ય મોહનલાલજી મહારાજના શિષ્ય પૂ. હરખમુનિજીમહારાજના શિષ્ય સિદિમુનિજી મહારાજને અભિપ્રાય
સં. ૨૦૦૧ પ્રથમ ચૈત્ર શુકલ તૃતીયા. સુશ્રાવક શ્રીયુત પં. મફતલાલ યોગ્ય ધર્મલાભ.
તમેએ પર્વતિથિના ક્ષયવૃદ્ધિ સંબંધી મારી શ્રદ્ધા અને પ્રવૃત્તિ કેવી છે તે વિષે જાણવા જે પત્ર લખ્યો તેને પ્રત્યુત્તર તરીકે જણાવવાનું કે –
મારા સં. ૧૯૫૯ થી આજ સુધીના ચારિત્રજીવન દરમિયાન પર્વતિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગે મહાનું અને અતીવ શ્રેયસ્કર શ્રી જૈન શાસન જેમ અપર્વતિથિની ક્ષયવૃદ્ધિની સામાચારી કરી રહ્યું હતું, તેવીજ સામાચારીમાં મારી શ્રદ્ધા છે, અને મારી પ્રવૃત્તિ પણ તેવી જ છે.
આ વિષેના મારા વિચારો શા છે એ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે –
સમગ્ર જૈન શાસન પિતાની સાર્વદિક વ્યવસ્થાપૂર્વક કોઈ અન્ય વિચારણું કરવાને પ્રસંગે ઉપસ્થિત ન કરે અથવા તે સર્વ ગીતાર્થોથી અવિરૂદ્ધ કઈ ગીતાર્થના ભિન્ન સમાચારને આખુય જૈન શાસન વધાવી લઈ આચરણાગત ન કરે ત્યાં સુધી મને મારી સમાચારી શ્રદ્ધામાં પરિવર્તન તો શું, કિન્તુ વિચારણા કરવાને પણ કોઈ અવસર નથી.
શ્રમણ સંઘનો સેવક સિદ્ધિબુનિ.
(૧૪) વવૃદ્ધ અતિદીર્ઘ દીક્ષા પર્યાયવાળા પૂ. પં. હિમતવિમલજી
ગણિવરને અભિપ્રાય
લી.
આપણું તપાગરછમાં આગમ અને ગુરૂ પરંપરા મુજબ ટીપણામાં બીજ પાંચમ આઠમ, અગિઆરસ અને ચૌદશની ક્ષયવૃદ્ધિ હોય તો એકમ, ચોથ, સાતમ, દસમ અને તેરસની ક્ષયવૃદ્ધિ થાય છે અને પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ હોય તે તેરસની ક્ષયવૃદ્ધિ કરવામાં આવે છે. એ જ પ્રમાણે અમારી વિમળ શાખામાં ઉપરોક્ત શાસ્ત્રાનુલક્ષી પરંપરા પ્રમાણે પૂ. આચાર્યદેવ આણંદવિમળ સૂરીશ્વરજીના વખતમાં થતું હતું તેવા ઉલ્લેખ મળે છે અને તે પ્રમાણે અમારા પૂર્વ પુરૂ આચરતા આવ્યા છે. અને આજે અમે પણ તે જ પ્રમાણે આચરણ કરીએ છીએ અમારા પંચોતેર વર્ષના દીક્ષાકાળના અનુભવ પ્રમાણે પણ તેમજ છે. ખાનપુર.
પં. હિંમતવિમળજી ગણિવરની આજ્ઞાથી માગસર શું ૫
દ, પં. શાંતિવિમળના ધર્મલાભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org