________________
પરમપૂજ્ય. આ. ભગવતેના પતિથિની વ્યવસ્થા માટેના
અભિ ...પ્રા..ચ.
( ૧ ) સુરિસમ્રાટ આચાર્યદેવવિજયનેમિસૂરીજી મહારાજ
જેઓ જૈન આગમ, જૈનશાસ્ત્ર અને પરંપરા મુજબ ટિપ્પણામાં બીજ, પાંચમ, આઠમ, અગિઆરસ અને ચઉદસની ક્ષયવૃદ્ધિ હોય તે એકમ, ચેાથ, સાતમ, દસમ અને તેરસની ક્ષયવૃદ્ધિ તેમજ પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ પ્રરાશે તેરસની ક્ષયવૃદ્ધિ કરી રહ્યા છે. અને ચતુર્વિધ સંઘને તે પ્રમાણે પર્વવ્યવસ્થા પૂર્વક અનુષ્ઠાન કરાવી પદ આરાધવાનું ફરમાવે છે.
( ૨ ) આગદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ,
લૌકિક પંચાંગમાં જ્યારે પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ હોય ત્યારે ત્યારે તેનાથી પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિવૃદ્ધિ કરવામાં આવે છે જેમકે અષ્ટમી વિગેરેની ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે સપ્તમી વિગેરેની ક્ષયવૃદ્ધિ કરવામાં આવે છે અને પૂર્ણિમા કે અમાવાસ્યા જેવાની ક્ષયવૃદ્ધિ હોય ત્યારે તેરસ જેવાની ક્ષયવૃદ્ધિ કરવામાં આવે છે. . આ સમાચારી શાસ્ત્ર અને પરંપરા બંનેથી શુદ્ધ છે અને તેને માટેના અનેક પુરાવાઓ શાસ્ત્રોમાં છે કે જે આજ સુધીમાં ઘણુવાર જાહેર થયા છે. તેમજ જૈન સમાજ આ આચાર સેંકડો વર્ષથી આચરે છે છતાં ન વર્ગ તે શાસ્ત્ર અને પરંપરા બંનેને ઉઠાવનાર થઈ પર્વતિથિઓને હાનિ અને વૃદ્ધિ કહેવા-માનવા લાગે છે”
આનંદસાગરના ધર્મલાભ.
પૂ. પંજાબ કેસરી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ, તપગચ્છની પરંપરા મુજબ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ જ થઈ શકે.”
વિજયવલ્લભસૂરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org