________________
પરમપૂજ્ય તીર્થોદ્ધારક આચાર્યદેવ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય વિજયહર્ષસૂરીશ્વરજી
મહારાજને અભિપ્રાય
આચાર્યશ્રી આનંદવિમળસૂરિ મહારાજાએ તેમજ એમની પહેલાંના ગચ્છનાયકેએ પર્વતિથિને ક્ષય માનેલ નથી. પર્વતિથિ પહેલાંની તિથિ બે માનેલી છે અને ક્ષય પણું પર્વતિથિ પહેલાંની અપર્વતિથિને જ માનેલ છે. દાખલા તરીકે ચૌદશને ક્ષય હોય તે તેરસને ક્ષય સ્વીકારાય છે.
ધૂળયાથી બહાર પડેલ અજુન પતાકામાં ગચ્છનાયક વિજયપ્રભસૂરિના શિષ્ય મહામહોપાધ્યાય મેઘવિજયગણિએ આઠમના ક્ષયે સાતમનો ક્ષય માની સાતમને જ આઠમ માની આઠમનું કાર્ય કરવાનું બતાવેલું છે. ગચ્છનાયકેનું ફરમાન કેટના ફેંસલા કરતાં વધુ ગણાય એટલે ગચ્છનાયકેના કાર્યથી પ્રામાણિક સિદ્ધાંત પ્રમાણ વિના જુદા પડાય જ નહિ
મહાફિદ્ધારક પૂ. પં. સત્યવિજયજીગણિવર આદિ પૂર્વ પુરૂષની શાસ્ત્રા નુલક્ષી પરંપરા મુજબ ટીપણામાં બીજ પાંચમ આઠમ અગિઆરસ અને ચોદશની ક્ષયવૃદ્ધિ પ્રસંગે એકમ, ચોથે, સાતમ, દસમ અને તેરસની ક્ષયવૃદ્ધિ તેમજ ટીપણામાં પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ હોય તો તેરસની ક્ષયવૃદ્ધિરૂપ પર્વવ્યવસ્થાની દેરવણ સેંકડો વર્ષથી ડહેલાના ઉપાશ્રયે આપવામાં આવે છે અને તે મુજબ અવિચ્છિન્ન રીતે જૈનસંઘમાં પર્વવ્યવસ્થા થતી હતી. સં. ૧૯૯૨ પછી નવીન તિથિમતવાળા જેનેર પંચાંગ પ્રમાણે પખીમાં દીવસની સંખ્યા અને ચઉમાસિમાં તથા સંવછરીમાં માસ તથા પક્ષની સંખ્યા મિથ્યાશ્રતના કારણે બોલતા માનતા નથી. તે રીતે પંચાંગમાં બીજ, પાંચમ, આઠમ, અગિઆરસ અને ચઉદસની ક્ષયવૃદ્ધિ પ્રસંગે મિથ્યાશ્રતને કારણે બીજ પાંચમ આઠમ અગિઆરસની ક્ષયવૃદ્ધિ કરવી ન જોઈએ છતાં તેઓ કરે છે. આ રીતે મિથ્યાશ્રુતને અવલંબી પંચાંગ પ્રમાણે પર્વક્ષય વૃદ્ધિ કરનાર નવીન તિથિમતવાળાઓને જૈન આગમ અને જેનશાસ્ત્રને આદર શી રીતે રહેલે ગણાય? જાવાલ.
વિજયહર્ષસૂરિ સં. ૨૦૦૦ આસો વદ ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org