________________
જનેનો તિથિચર્ચાને ઝઘડે, શ્રી જયસિંહસૂરી મહારાજ શું કહે છે?
માસરરેડ તિથિચર્ચાના અંગે પ્રત્યેક પૂજ્ય આચાર્યોની સંમતિ શ્રીમાન શેઠ કસ્તુરભાઈલાલભાઈએ લીધી હોય તેવું દેખાતું નથી. કારણકે અત્રે બીરાજતા જૈનાચાર્ય જનશ૯૫, િિતષવિદ્યા મહોદધિ શાસ્ત્રવિશારદું તત્વજ્ઞાની શ્રીમાન જૈનાચાર્યશ્રી ૧૦૦૮ શ્રી જયસિંહસૂરીશ્વરજી મહારાજને રૂબરૂમાં પુછતાં તેઓ પણ કહે છે કે અમારી સંમતિ કેઈએ લીધી નથી જેથી તિથિચર્ચાના અંગે ગમે તે વ્યક્તિગત નિવેદન બહાર પાડે પણ પુરાણી પરંપરા ચાલતી આવે છે અને પૂર્વાચાર્યો કરતા આવેલ છે તે જ તિથિ અમે તે માન્ય કરવાના છીએ કારણ જે આ પંચમકાળમાં કઈ એવા જ્ઞાની પુરૂષ નથી કે સત્ય ખુલાસો આપી શકે.
- તિથિચર્ચાના અંગે કોઈને પણ રૂબરૂમાં વાદવિવાદ કરે છે અથવા કાંઈપણ પુછવું હોય તો અત્રે બિરાજતા જેનાચાર્ય આચાર્ય મહારાજશ્રી જયસિંહસૂરીશ્વરજી મહારાજ તૈયાર છે. વિશેષમાં આચાર્ય મહારાજશ્રી કહે છે કે
જ્યાં સુધી સકલ સંઘ ભેગો થઈ કોઈપણ ખુલાસે કરે નહિ ત્યાં સુધી વ્યક્તિગત કરેલું કંઈ પણ કઈ માન્ય રાખશે નહિં.
(મુંબઈ સમાચાર. તા. ૯ ઓગસ્ટ ૧૯૪૩ પાનું ૫)
મહાન તપસ્વી રવિસાગરજી મહારાજની પરંપરામાં થયેલ. પૂ. ગિનિષ્ઠ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય
પૂ. આચાર્યદેવ ઋદ્ધિસાગરસૂરિજીને અભિપ્રાય.
શ્રી જૈન તપાગચ્છ સંઘ સેંકડો વર્ષથી જેનશાસ્ત્રો અને તેને અનુસરતી જેન પરંપરા પ્રમાણે બાર પર્વતિથિની અખંડ આરાધના કરે છે. જ્યારે ટીમ્પણામાં બીજ, પાંચમ, આઠમ, અગિયારશ અને ચૌદશની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે એકમ, ચોથ, સાતમ, દશમ અને તેરશની ક્ષયવૃદ્ધિ કરવામાં આવે છે, અને પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ કરવામાં આવે છે. આ પ્રમાણેની આરાધનાની રીતિને અનુસરી આપણું જેનપંચાંગ તૈયાર કરવામાં આવે છે, તેમાં કઈ દિવસ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ હેતી નથી.
પરમપૂજ્ય ક્રિાદ્ધારકને મસાગરજી મહારાજ તથા પરમ પૂજ્ય મહાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org