________________
તપસ્વી રવિસાગરજી મ. તથા પરમપૂજ્ય પરમક્રિયાયોગી સુખસાગરજી. મ. તથા પરમપૂજ્ય અધ્યાત્મદિવાકર રોગનિષ્ઠ બુદ્ધિસાગરજી મ. એ સર્વ અમારા પરમ પૂજ્ય ગુરૂઓ તથા પરમ પૂજ્ય મણિવિજયજી, પરમ પૂજ્ય પં. પદ્યવિજયજી, પરમ પૂજ્ય પં. વીરવિજયજી વિગેરે પૂર્વ પુરૂષે જે પરમ સુવિહિત અને જ્ઞાની હતા તે મહાપુરૂષો જેનશાસ્ત્રો અને તદનુસારી પૂર્વકાલીન પરંપરાના શુદ્ધ આરાધક હતા અને તેઓ જે રીતે પરાધન કરતા હતા તે પ્રમાણેની અખંડ ધવરાવનની રીતિ આજે પણ ચાલી આવે છે. તેજ પ્રાચીન રીતિ મુજબ પર્વારાધન કરવું તે સકળસંઘને શ્રેયસ્કર છે. એમ અમારું દૃઢ માનવું છે.
માણસા. તા. ૧૭-૯-૪૩,
દ્ધિસાગર દ: પિતે.
પૂ. વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદ્રજી મહારાજ) મહારાજ, પૂ. વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, વિગેરે પરાધન શી રીતે કરતા હતા તે જણાવવા પૂર્વકને વિજય ભકિતસૂરીશ્વરજી મહારાજનો અભિપ્રાય
દેવગુરૂ ભક્તિકારક, ધર્માનુરાગી, સુશ્રાવક પં. મફતલાલ ઝવેરચંદ જોગ ધર્મલાભ વાંચશે.
પર્વતિથિ વિષયક અમારો અભિપ્રાય નીચે મુજબ છે. તે જાણશે. પૂર્વાચાની રીતિ પ્રમાણે પરમપૂજ્ય સૌરાષ્ટ્ર દેશદ્ધારક મહા પ્રતાપી પ્રાતઃસ્મરણીય વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદ્રજી) મહારાજ સાહેબ તથા અમારા પૂજ્ય ગુરૂ મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેન આગમ, જૈનશાસ્ત્ર અને પરંપરા મુજબ “બીજ પાંચમ આઠમ અગિઆરસ અને ચૌદશરૂપ એકવડી પર્વતિથિની ટીપણાની ક્ષયવૃદ્ધિના પ્રસંગે આરાધનાના પંચાંગમાં એકમ ચાચ સાતમ દશમ અને તેરસની ક્ષયવૃદ્ધિ તેમજ પૂનમ અમાસ આદિ જેડીયા પર્વતિથિના ટીપણાની ક્ષયવૃદ્ધિના પ્રસંગે આરાધનાના પંચાંગમાં તેરસની ક્ષય વૃદ્ધિ કરતા હતા. તે જ પ્રમાણે અમે કરીએ છીએ અને કરવું તે અમારે અભિપ્રાય છે. પ્રભુ આજ્ઞાધારી શ્રી ચતુર્વિધ સંઘે જેમ આપણા પૂર્વાચાર્યો બાર પર્વતિથિને અખંડ રાખીને આરાધના કરતા આવ્યા છે તેમ શાસ્ત્ર અને પરંપરા અનુસાર બાર પર્વતિથિઓને અખંડ રાખીને તેનું આરાધન કરવું અને અમે સકળ શ્રી સંઘને પણ જણાવીએ છીએ કે તેજ કરવું સર્વ રીતે શ્રેયસ્કર છે. અમદાવાદ. શાહપુર, મંગળપારેખને ઉપાશ્રય વિજયભકિતસૂરિના વિ. સં. ૨૦૦૧ ના પ્રથમ ચા સુદ ૧૩
ધર્મલામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org