________________
પ્રથમ ચર્યાયઃ |
यदि सत्संगनिरतो भविष्यसि भविष्यसि ।
अथासज्जनगोष्ठीषु पतिष्यसि पतिष्यसि ॥ ३० ॥ इति ॥ તથા–માતાપિતૃકૃતિ છે રૂડ .
मातापित्रोः जननीजनकयोः पूजा त्रिसंध्यं प्रणामकरणादि । यथोक्तम् ।
पूजनं चास्य विज्ञेयं त्रिसंध्यं नमनक्रिया ।
तस्थानवसरेऽप्युच्चैश्चेतस्यारोपितस्य तु ॥ अस्येति-माता पिता कलाचार्य एतेषां ज्ञातयस्तथा ।
वृद्धा धर्मोपदेष्टारो गुरुवर्गः सतां मतः॥ इति श्लोकोक्तस्य गुरुवर्गस्य ।
अभ्युत्थानादियोगश्च तदंते निभृतासनम् ।
नामग्रहश्च नास्थाने नावर्णश्रवणं कचित् ॥ ३१ ॥ જે તું સત્સંગ કરવામાં તત્પર થઈશ તે આબાદ થઈશ અને જે તે અસપુરૂષની ગેઝી (ગમત)માં પડીશ તો તું પણ પડીશ અર્થાત આબાદીમાંથી પડીશ.” ૩૦
મૂલાર્થ–માતાપિતાની પૂજા કરવી. ૩૧
ટીકાર્થ-માતાપિતા–પિતાને ઉત્પન્ન કરનાર જનની અને જનકની પૂજા કરવી એટલે ત્રિકાલ પ્રણામ વગેરે કરી ભક્તિ કરવી. કહ્યું છે કે “અવસર વગર પણ ઉંચે પ્રકારે ચિત્તમાં આરોપણ કરેલા ગુરૂજનવર્ગ(વડિલવર્ગ)ને ત્રણે કાલ પ્રણામ કરે એ તેમનું પૂજન છે.” એ ગુરૂજનવર્ગમાં ક્યા ગણવા તે કહે છે-“માતા, પિતા, કલાચાર્ય (શિક્ષાગુરૂ), તેમનાં સગાં સંબંધી, વૃદ્ધ અને ધર્મને ઉપદેશ કરનાર, એ ગુરૂવર્ગ સત્પરૂષોએ માનેલો છે.” ગુરૂવર્ગને શી રીતે માન આપવું તે કહે છે–ગુરૂજન આવે ત્યારે ઉભા થઈ સામા જવું, આદિ શબ્દથી સુખ–શાતા પૂછવી, તેમની પાસે નિશ્ચલ થઈ બેસવું, અસ્થાને–અઘટિત સ્થાને તેમનું નામ લેવું નહીં અને તેમની નિંદા સાંભળવી નહીં. ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org