________________
પ્રખ્યમ: અધ્યાયઃ |
શરીરમાં વાસુદેવથી અધું બળ પ્રાપ્ત થાય છે, તેથી તે પોતાના સામર્થ્યથી જરા પણ સહન કરી શકતો નથી. માટે તે સર્વથા દીક્ષાને અયોગ્ય છે. ૧૦
૧૧ દાસ એટલે દાસીથી ઉત્પન્ન થયેલો, અથવા દુકાલ આદિ કારણથી નિધન થયેલા કોઈ માણસ પાસેથી વેચાત લીધેલો અથવા કરજથી ગ્રહણ કરેલો એટલે લહેણામાં લીધેલ તેવા દાસને દીક્ષા આપવી નહીં કારણકે, તેને તેને સ્વામી દીક્ષા મુકાવી લઈ જાય વગેરે કેટલા એક ઉપદ્રવ થવા સંભવ છે. ૧૧
૧૨ દુષ્ટ એટલે દૂષિત થયેલ. તે દુષ્ટ બે પ્રકારના છે. ૧ કષાય દુષ્ટ અને ૨ વિષયદુષ્ટ. જે અ૫ કારણથી ઘણે કષાય કરે તે કષાયદુષ્ટ કહેવાય છે. ગુરૂએ સર્ષપની ભાજી ગ્રહણ કરવાથી એક સાધુ રીસાએલ હતું, એ સાધુ કષાયદુષ્ટ કહેવાય છે. જે પરસ્ત્રી વગેરેમાં અતિ લુબ્ધ થાય છે તે વિષયદુષ્ટ કહેવાય છે, તે કષાયદુષ્ટ અને વિષયદુષ્ટ બંને સંકલેશવાળા અધ્યવસાયન લઈને દીક્ષા આપવાને અગ્ય છે. ૧૨
૧૩ મૂઢ એટલે સ્નેહઅથવા અજ્ઞાન વગેરેના પરતંત્રપણાથી વસ્તુના જ્ઞાનથી શુન્ય એવો મૂઢ પુરૂષ કાર્યકાર્યના વિવેકથી રહિત હેવાથી દીક્ષા આપવાને અગ્ય છે. ૧૩
૧૪ રુણારૂં એટલે રાજા અથવા સાહુકારને કરજદાર તેને દીક્ષા આપવાથી વખતે રાજા પ્રમુખ તેને પકડાવી કદર્થના કરે માટે તે પુરૂષ દીક્ષાને અગ્ય છે. ૧૪
૧૫ જુગિત એટલે જાતિ, કર્મ અને શરીરથી દૂષિત એ હલકી જાતને પુરૂષ. ચંડાળ, કાળી, મોચી, છીપા વગેરે જાતિજુગિત કહેવાય છે. મેર, કુકડા પિપટ વગેરેને પોષણ કરી વેચવા રાખનારા તથા વાંસ, અને
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org