________________
पञ्चमः अध्यायः।
“તે આઠ વર્ષની અંદર વર્તનાર મનુષ્ય પરાભવનું ક્ષેત્ર થાય છે, એટલે લોક તેને બાળક જાણે તેને પરાભવ કરે છે. તેમ વળી આઠ વર્ષની અંદરના માણસને ચારિત્રના પરિણામ હોઈ શકે નહીં અને વાસ્વામીને માટે જે સૂત્ર છે, તે કદાચિત્ય ભાવને જણાવે છે. એટલે એ બનાવ કઈ વખતજ બને છે. સદાકાલ બનતું નથી એમ સૂચવે છે.
તે ઉપરથી સિદ્ધ થાય છે કે, આઠ વર્ષથી ઓછી વયના બાળકને દીક્ષા આપવી યોગ્ય નથી. વળી તેવા બાળકને દીક્ષા આપવાથી સંયમની વિરાધના થાય છે. બાળકને લોઢાના ગોળાની ઉપમા આપેલી છે, જેમ લોઢાને ગોળો
જ્યાં જ્યાં દડી જાય ત્યાં ત્યાં જાય છે, અને તેમાં તેનું અજ્ઞાનપણું છે, તેથી તેનાવડે ષડૂ જવનિકાયને વધ થઈ જાય છે. તેવી રીતે બાળસાધુ જ્યાં ત્યાં દેરાઈ જાય છે, અને તેથી તેનાવડે જ જીવ નિકાયને વધ થઈ જાય છે. આ થી લોકમાં પણ તેની નિંદા થાય છે માટે બાળકને દીક્ષારૂપ બંદીખાનામાં નાખે નહીં. સ્વછંદ ગમનરૂપ બાળકના સુખને નાશ કરનારી દિક્ષા આપવાથી કેમાં નિંદા પણ થાય છે, વળી માતા અને ધાત્રીઓને કરવા લાયક એવી બાળકની પરિચર્યા જો મુનિઓ કરવા માંડે તો તેમના સ્વાધ્યાયમાં અંતરાય ( અતિમંદપણું ) થાય. તેથી સર્વથા બાળક દીક્ષા આપવાને થિગ્ય નથી. ૧
૨ વૃદ્ધ-સીતેર વર્ષથી અધિક વયવાળે માણસ વૃદ્ધ કહેવાય છે. કેટલાએક સાઠ વર્ષ ઉપરની વયવાળાને વૃદ્ધ કહે છે, કારણ કે સીતેર વર્ષ પહેલા પણ દ્રિની હાનિ થતી દેખાય છે તેવા વૃદ્ધ પુરૂષને સંયમ પાળવો મુશ્કેલ પડે છે. તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે.
" नच्चासणं समीहइ विणयं न करेइ गव्वमुव्वहरु । बुड्ढो न दिस्कियव्वो जइ जाओ वासुदेवेण " ॥ १ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org