________________
ક્રિતી અધ્યાપક. सुंदरवर्णरसगंधस्पर्शशरीरभाजां तेषां दुःखनिराकरणनिबंधनस्य धर्मस्य स्वनेऽप्यनुपलंभात् हिंसानृतस्तेयाशुद्धकर्मकरणप्रवणानां नरकादिफलपापकर्मोपचय एव संपद्यते । तदभिभूतानामिह परत्र चाव्यवच्छिन्नानुबंधा दुःखपरंपरा प्रसूयते । यदुच्यते ।।
तैः कर्मभिः स जीवो विवशः संसारचक्रमुपयाति । द्रव्यक्षेत्राऽद्धाभावभिन्नमावर्तते बहुशः ॥ २९ ॥ तथा-उपायतो मोहनिंदेति ॥ ३० ॥
उपायतः उपायेन अनर्थप्रधानानां मूढपुरुषलक्षणानां प्रपंचरूपेण मोहस्य मूढताया निंदा अनादरणीयताख्यापनेति । यथा ।
अमित्रं कुरुते मित्रं मित्रं द्वेष्टि हिनस्ति च ।
कर्म चारभते दुष्टं तमाहुर्मूढचेतसम् ॥ ઉત્પન્ન થાય છે. તે નઠારા કુલમાં પ્રાણીઓને વર્ણ, રસ, ગંધ, સ્પર્શ અને શરીર ખરાબ મલે છે, તેથી દુઃખને નિરાકરણ કરવાના કારણરૂપ ધર્મ તેમને સ્વમામાં પણ પ્રાપ્ત થતો નથી; પણ હિંસા, અસત્ય અને સ્ટેયરૂપ અશુદ્ધ કર્મ કરવામાં પ્રવીણ હોવાથી ઉલટી નરકાદિનું ફલ આપનાર પાપકર્મની વૃદ્ધિજ થાય છે. તેથી પરાભવ પામેલા પ્રાણુઓને આલોક અને પરલેકમાં અનુબંધ રહિત દુઃખની પરંપરા ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે “કમને વશ થયેલ જીવ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી જુદા જુદા ભેદને પ્રાપ્ત થયેલા આ સંસારચક્રમાં વારંવાર પરાવર્તન કર્યા કરે છે, એટલે દ્રવ્યપુલ પરાવર્તન, ક્ષેત્રપુદ્ગલ પરાવર્તન, કાલપુલ પરાવર્તન અને ભાવપુદ્ગલ પરાવર્તન બહુવાર કર્યા કરે છે.” ૨૯ - મૂલાર્થ–ઉપાયથી મેહની નિંદા કરવી. ૩૦
ટીકાર્થ–ઉપાયથી એટલે અનર્થ પ્રધાન મૂઢ પુરૂષનાં લક્ષણોને વિતારથી જણવવારૂપ—ઉપાયથી મોહ-મૂઢપણાની નિંદા કરવી, અર્થાત્ તે અનાદર કરવા ગ્ય છે એમ જણાવવું. જેમકે “જે અમિત્રને મિત્ર માને, મિત્ર હોય તેને દ્વેષ કરે, વા તેને મારી નાખે અને દુષ્ટ કર્મ આરંભે તેને મૂઢ ચિત્તવલે પુરૂષ કહે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org