________________
चतुर्थःअध्यायः। अर्थत्थमपि कृते तं विना गुर्वादिजनो निर्वाहमसलमानो न तं प्रव्रज्यार्थमनुजानीते तदा किं विधेयमित्याशङ्कयाह ।
यथाशक्ति सौविहित्यापादनमिति ॥ ३ ॥ यथाशक्ति यस्य यावती शक्तिः शतसहस्रादिप्रमाणनिर्वाहहेतुडव्यादिसमर्पणरूपा तया सौविहित्यस्य सौस्थ्यस्यापादनं विधानं येन प्रत्र जितेऽपि तस्मिन्नसौ न सीदति तस्य निर्वाहोपायस्यकरणमिति नावः । एवं कृते कृतझा कृता जवति करुणा च मार्गप्रनावनाबीजं ततस्तेनानुझातः प्रव्रजेदिति ॥ ३३ ॥
अथैवमपि न तं मोक्तुमसाबुत्सहते तदा ।
પુર્વે કહ્યું, તેમ કરતાં છતાં પણ જે માતા પિતાદિ ગુરૂજન તેના વિના નિર્વાહ કરી શકે તેવા ન હોય અને તેથી કરીને દીક્ષા લેવાની આજ્ઞા આપતા ન હોય તે શું કરવું? એવી શંકાને ઉત્તર આપે છે.
મૂલાર્થ–પોતાની શક્તિ પ્રમાણે માતાપિતાદિ ગુરૂજનના મનનું સમાધાન કરવું. ૩૨
ટીકાર્ય–જેની જેટલી શક્તિ હોય તેણે તેટલી શક્તિ પ્રમાણે માતા પિતા પ્રમુખ ગુરૂજનના ચિત્તનું સમાધાન કરવું એટલે સે, હજાર વગેરે પ્રમાણવાલા નિર્વાહના કારણરૂપ દ્રવ્યાદિક આપવારૂપ પિતાની શક્તિને અનુસારે કરી તેમની આજીવિકાને બંદોબત કરે. તે પછી દીક્ષા લેવી, જેથી પછવાડે પોતાના માતા પિતાદિ નિર્વાહાદિકના કારણથી હેરાનગતિ ન ભેગે, અર્થાતુ તેમના નિર્વાહનો ઉપાય કરે. એમ કરવાથી પિતે કૃતજ્ઞતા કરેલી કહેવાય છે. કારણ કે, જૈન માર્ગની પ્રભાવનાનું બીજ કરૂણ–દયા છે. તેથી માતા પિતાદિકને તેવી રીતે પણ ખુશી કરી તેમની આજ્ઞા મેળવી દીક્ષા લેવી. ઉર
ઉપર પ્રમાણે કરતાં છતાં પણ જે માતા પિતાદિ દીક્ષા લેનારનો ત્યાગ કરવા ઉત્સાહ ન કરે ત્યારે શું કરવું? તે કહે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org