________________
हितीयः अध्यायः। बालस्त्रीमूढमूर्खाणां नृणां चारित्रकांक्षिणाम् । । अनुग्रहार्थ तत्वज्ञैः सिद्धांतः प्राकृतः स्मृतः॥ . दृष्टेष्टाविरुद्धत्वाच नायं परिकल्पनागोचरः । ततश्च निःशंकितो जीव एवार्हच्छासनप्रतिपन्नो दर्शनाचार इत्युच्यते । अनेन दर्शनदर्शनिनोरभेदोपचारमाह । तदेकांतभेदे त्वदर्शनिन इव फलाभावान्मोक्षाभाव इत्येवं शेषपदेप्वपि भावना कार्या । तथा निःकांक्षितो देशसर्वकांक्षारहितः, तत्र देशकांक्षा एकं दर्शनं कांक्षते दिगंबरदर्शनादि । सर्वकांक्षा तु सर्वाण्येवेति । नालोकयति षट्जीवनिकायपीडामसत्प्ररूपणां चेति । विचिकित्सा मतिविभ्रमो निर्गता विचिकित्सा यसादसौ निर्विचिकित्सः, साध्वेव जिनदर्शनं किंतु प्रवृत्तस्यापि सतो ममासात्फलं भविष्यति वा न वा कृषीवलादिक्रियासूभ
સિદ્ધાંતમાં જે પ્રાકૃત ભાષાને નિબંધ છે, તે બાલક પ્રમુખને સાધારણ થઈ સહેલો પડવા માટે કરે છે. કહ્યું છે કે “ચારિત્રની ઇચ્છા કરનારા બાલક, સ્ત્રી, મૂઢ અને મૂર્ણ પુરૂષોના અનુગ્રહને અર્થે તત્ત્વજ્ઞ પુરૂષોએ સિદ્ધાંતને પ્રાકૃત કરેલ છે.” માટે એ સિદ્ધાંત કલ્પિત નથી, કારણકે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણથી અવિરૂદ્ધ છે. તેથી નિઃશંકિત થઈ અહંત શાસનને પ્રાપ્ત થયેલે જીવન દર્શનાચાર કહેવાય છે, એથી દર્શન અને દર્શની (દર્શનવાલા)ને અભેદ ઉપચાર કહેલે છે, અર્થાત દર્શન અને દર્શનીમાં ભેદ નથી. જે તેમની વચ્ચે એકાંતે ભેદ કહીએ તે અદર્શનીની જેમ ફલનો અભાવ થાય એટલે મોક્ષને પણ અભાવ છે. બાકીના નિઃકાંક્ષિત વગેરે દર્શનાચારના સાત ભેદમાં પણ એવી રીતે ભાવના કરી લેવી. ( ૨ નિઃકાંક્ષિત એટલે દેશકાંક્ષા તથા સર્વકાંક્ષાથી રહિત. દિગંબર પ્રમુખ કોઈ એક દર્શનની આકાંક્ષા કરે એટલે તે મતને સારો જાણી અંગીકાર કરવાની ઈચ્છા કરે તે દેશકાંક્ષા કહેવાય છે. તેવી રીતે સર્વ દર્શનેની આકાંક્ષા કરે તે સર્વકાંક્ષા કહેવાય છે. તેવા મતની ઈચ્છા કરી તેમાં રહેલી ષ જીવનિકાય પીડા અને અસત પ્રરૂપણાને તે જોતો નથી. એ દેશ તથા સર્વ આકાંક્ષાથી રહિત હોય તે નિઃકાંક્ષિત દર્શનાચાર કહેવાય છે.
વિચિકિત્સા એટલે બુદ્ધિને વિભ્રમ, તે જેમાં ન હોય તે નિર્વિચિકિત્સ કહેવાય. જેમકે “આ જિનદર્શન તો સારું છે પણ તેમાં પ્રવૃત્તિ કરવાથી મને ફલ થશે કે નહીં? કારણકે ખેતી વગેરે ક્રિયાઓમાં બંને રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org