________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૧ ) જીવને એકાંતવાદીઓ અધ્યાત્મજ્ઞાનને હાઉ કહીને બીવરાવે છે, તેથી તે બાલજીવો અધ્યાત્મજ્ઞાનની રૂચિ ધારણ કરી શકતા નથી અને તેથી તેઓ પરભવમાં પણ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકતા નથી. અધ્યાતમજ્ઞાનરૂપ અમૃતમાં ઝેરની બુદ્ધિ કરાવનાર એકાંતવાદીઓ પોતે સુખ પામતા નથી અને અન્યોને અન્તરાય કરીને આઠમાં અન્તરાય કર્મનો બન્ધ કરે છે અને તેથી તેઓ સંસારચક્રમાં વારંવાર પરિભ્રમણ કરે છે. અધ્યાત્મિકશક્તિ ખીલવવાને માટે અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા છે; એમ શાસ્ત્રકારે પોકારી પોકારીને કહે છે. અધ્યાત્મજ્ઞાન ખીલવવાને માટે આત્માથી પુરૂષ પ્રયત્ન કરે છે અને તેઓ કેઈપણ મનુષ્યની રૂચિને નાશ કરતા નથી. અધ્યાત્મજ્ઞાન એ આત્માના સગુણેના ઉદ્યાનને ખીલવવા માટે પુષ્પરાવર્ત મેઘ સમાન છે. કેટલાક મનુ એમ કથે છે કે, અધ્યાત્મશાસ્ત્રો અથવા અધ્યાત્મજ્ઞાનથી લેકેની ક્રિયા ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય છે, માટે અધ્યાત્મશાસ્ત્ર વાંચવાની તથા અધ્યાત્મજ્ઞાન કરવાની મનાઈ કરવામાં આવે છે. આને ઉત્તરમાં કહેવાનું કે અધ્યાત્મશાસ્ત્રોથી વા અધ્યાત્મજ્ઞાનથી ધર્મની વા ધર્મક્રિયાની શ્રદ્ધા કદી ટળી જતી નથી. અધ્યાત્મજ્ઞાનથી આશ્રવક્રિયા કરવાનું મન થતું નથી, પણ સંવરની ક્રિયામાં તે અધ્યાત્મની જરૂર પડે છે જ, અને તે માટે વીશસ્થાનકની પજામાં, શ્રીમદ્ વિજયલક્ષ્મી સૂરિ કથે છે કે–અધ્યાત વન जे क्रिया ते तो बालकचाल, तत्त्वारथथी प्रीछजो नमो नमो क्रिया विशाल. અધ્યાત્મજ્ઞાનથી વિધિપૂર્વક સંવરની ક્રિયાઓ કરવામાં રૂચિ થાય છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ થાય છે. સાકર ખાવાથી કેઈનું મૃત્યુ થતું નથી પણુ રાસનું મરણ થાય છે, તેમાં રાસભાનો દોષ છે, કિન્તુ કંઈ સાકરનો દેષ નથી. શ્રીમદ્ વીરપ્રભુ છદ્મસ્થાવસ્થામાં અધ્યાત્મજ્ઞાની હતા, તેથી તેઓ દીક્ષા લીધાબાદ સંવરની ક્ષિામાં તત્પર થયા હતા. અધ્યાત્મજ્ઞાનના ઉપર બુરા થવાનો આરોપ કઈ તરફથી મૂકવામાં આવે તો તે યોગ્ય નથી. કેટલાક કર્થ છે કે, અધ્યાત્મજ્ઞાન તે તેરમા ગુણઠાણે હોય છે; આમ જેઓ કહે છે તેઓ જે શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાયકૃત અધ્યાત્મસાર ગ્રન્થ વાંચે તો તેમની ભુલ ટળી જાય. ચોથા ગુણસ્થાનકમાં અધ્યાત્મજ્ઞાન છે તે તેથી ઉપરના ગુણસ્થાનકમાં તો અધ્યાત્મજ્ઞાન હોય, એમ પૂર્વ પ્રતિપાડ્યું છે એમાં કંઈ આશ્ચર્ય નથી. શ્રીમદ્દ યશવિજય ઉપાધ્યાય જેવા મહાજ્ઞાની પુરૂષના વચનને જેઓ માને નહીં અને તેમની સાક્ષી આપવામાં આવે છે તે પ્રમાણે કરે નહિ, તેવા બાલજી અધ્યાત્મનું સ્વરૂપ સમજ્યાવિના અધ્યાત્મનામથી ભડકીને આડા માર્ગ ગમન કરે છે, એમ સમજવું. આગમોના આધારે જે ભવ્ય
For Private And Personal Use Only