________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજ્ઞાની છવ ખરેખર અધર્મને પણ ધર્મ તરીકે સ્વીકારે છે અને આત્માના ગુણોથી દૂર રહે છે. જેમ કેઈ સ્ત્રી પોતાની કેડે છોકરું હોય અને આખા ગામમાં છોકરાના નામની બૂમે પાડીને શોધવા નીકળે ! તેની પેઠે અધ્યાત્મદષ્ટિથી હીન મનુષ્ય, જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મના નામની બૂમો પાડીને ધર્મ શોધવા નીકળે છે. “અજ્ઞાની પશુ આતના” અજ્ઞાની આત્મા પશુસમાન છે. અધ્યાત્મજ્ઞાનવિના ધર્મ ક્યાં રહ્યો છે? ધર્મ કેવા પ્રકાર હોય છે? ઈત્યાદિ અવધી શકાતું નથી. અધ્યાત્મજ્ઞાનની અરૂચિવાળા જીવો ભલે અધ્યાત્મજ્ઞાનને ધિક્કારે ! પણ જેમ સૂર્યની અરૂચિવાળા ઘુવડે સૂર્યના સન્મુખ ન જઈ શકે, તેથી કંઈ સૂર્યને મહિમા ન્યૂન થતો નથી; તેમ અજ્ઞાની જીવોના કલાહલથી અધ્યાત્મજ્ઞાનને મહિમા હણાતો નથી. આખી દુનિયાના ધર્મોનું મૂળ તપાસીએ તે અધ્યાત્મજ્ઞાનમાંજ સમાઈ ગયેલું દેખાશે. જે ધર્મમાં અયાત્મવિદ્યા નથી તે ધર્મનાં ઊંડાં મૂળીયાં જતાં નથી અને તેથી અધ્યાત્મવિદ્યાવિનાનો ધર્મ કેઈપણ ભારે આંચકે લાગતાં મૂળમાંથી ઉખડી જાય છે. સાક્ષરોની આગળ અધ્યાત્મજ્ઞાનવિના કઈ ધર્મ, પરીક્ષામાં ટકી શકતો નથી. અધ્યાત્મજ્ઞાનવિના કેઈ ધર્મ વિદ્વાનોના હૃદયમાં ઊંડી અસર કરી શકતો નથી. સર્વ દુનિયાની વસ્તુ ઉપરથી મમતા ત્યજાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. મેહરૂપ સર્પનું ઝેર ખરેખર સર્વ જીવોને ચડયું છે; તે ઝેરનો નાશ કરનાર જાંગુલી મંત્ર સમાન અધ્યાત્મજ્ઞાન છે. જે મનુષ્યની સ્કૂલ બુદ્ધિ છે અને જેઓની સૂક્ષ્મ તમાં બુદ્ધિ પ્રવેશતી નથી એવા મૂર્ખ મનુયો, અધ્યાત્મજ્ઞાનના
અધિકારી બની શકતા નથી. પાર્લામેન્ટના પ્રધાન બનવું તે કામ જેવું મુશ્કેલ છે તેવું અધ્યાત્મજ્ઞાનના અધિકારી બનવાનું કાર્ય મુશ્કેલ છે. આત્માના સહજસુખનો સ્વાદ લે હોય તો અધ્યાત્મજ્ઞાનના અધિકારી બનવું જોઈએ. જે લેકે અધ્યાત્મજ્ઞાનથી શૂન્ય હોય છે તેઓનાં વર્તન તપાસવામાં આવે તે ચાર્વાકની પેઠે, ઐહિકસુખ માટે તેઓની સર્વે પ્રવૃત્તિ અવબોધાશે. અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યની આગળ તારા સમાન અન્ય જ્ઞાન શીકું પડી જાય છે. જે વખતે અધ્યાત્મજ્ઞાનનો પ્રકાશ થાય છે તે વખતે અન્ય પદાર્થોનું જ્ઞાન કંઈ હીસાબમાં ગણાતું નથી. આવું ઉત્તમ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ સદગુરૂની પૂર્ણ કૃપા વિના બની શકે નહીં. હરિણુ જેમ સિંહથી ભય પામે છે તેમ બાલજી વિષયેના વશમાં હોવાથી હરિણુ જેવા બની ગયા હોય છે અને તેથી તેઓ અધ્યાત્મજ્ઞાનરૂપ સિંહથી બીવે છે. કેઈ બાલકને તેના ઉપરીઓ એ હાઉ આવ્યું! એમ કહીને નાહક બીવરાવે છે, તેમ બાલ
For Private And Personal Use Only