________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) કરવા ઈચ્છે છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓ જગતના જીવોનું ભલું કરવા ઈચ્છે છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓ પંચ મહાવ્રતની આરાધના કરવા ઇચ્છે છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓ દયાનું તત્ત્વ છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓ જગતને નિર્દોષી બનાવવા ઇચ્છે છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓ પોતાનું ખરું સ્વરૂપ અવબોધવા પ્રયતા કરે છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓ શાન્તિ ઈચ્છે છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ ગમન કરે છે. જેઓ સમાનભાવ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓ ધર્મનાં ગુપ્તત જાણવા ઈચ્છે છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓ મેક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જે મનુ અધ્યાત્મમાર્ચતરફ વળે છે તેઓ પિતાના આત્મસમાન અન્ય આત્માઓને માનતા હેવાથી, તેનાથી વસ્તુતઃ કેાઈ જીવનું અશુભ થઈ શકતું નથી. જે મનુષ્યો અધ્યાત્મમાર્ગ તરફ વળે છે તેઓ કર્મનાં બીજકે, બાળે છે અને આત્મસૃષ્ટિમાં પ્રવેશ કરે છે. “ભસવું અને માટે ફાકવો” એ બે કાર્ય જેમ કૂતરાથી એકી વખતે થતાં નથી, તેમ રાગદ્વેષને વધારો અને મુનિમાર્ગના ભાવચારિત્રરૂપ અધ્યાત્મમાર્ગમાં સ્થિર રહેવું, એ બે કાર્ય એકી વખતે થઈ શકતાં નથી. અધ્યાત્મ અને મેહ એ બન્નેને મેળ આવતો નથી.
મારું સારું થાઓ, મારા આત્મામાં સુખ પ્રગટ; એવી ઈચ્છાવાળા મનુષ્યોએ મનમાં થતી અશુભવાસનાઓના સામે થવું જોઈએ. મનમાં ઉત્પન્ન થનાર કષાયના પરિણામને જીતવો જોઈએ. મનુષ્યોએ હળવે હળવે મનને આત્મા તરફ વાળવું જોઈએ. ક્ષણે ક્ષણે મનમાં થનાર પરિણામ તરફ ઉપગ ધારે જોઈએ. કર્મના શુભાશુભ વિપાકનું સ્વરૂપ અવધવાથી સહેજે આ સંસાર તરફ થતી મનની પ્રવૃત્તિ અટકે છે. અજ્ઞાનદશામાં બાહ્ય દુનિયાદારીની હીલચાલેમાં રસ પડે છે, પણ પશ્ચાત્ અધ્યાત્મદશામાં આન્તરિક ગુણની પ્રાપ્તિ માટે રસ પડે છે. આત્માના ગુણઉપર પ્રેમ પ્રકટવા માંડે એટલે મનુષ્યએ સમજવું કે, હવે અમારી દશા બદલાઈ છે, અર્થાત અમે આત્માના માર્ગતરફ વળ્યા છીએ. જે વખતે પિતાના શુદ્ધસ્વરૂપ તરફ વળવામાં આવે છે તે વખતે આત્માની પરિણતિમાં ઘણો ફેરફાર થઈ જાય છે. સાયને દોરો પરોવવામાં આવ્યા બાદ સાય કચરામાં પડી જાય છે તો પણ તે જડે છે, તે પ્રમાણે અધ્યાત્મતત્ત્વનું સ્વરૂપ સ્પર્યા પછી કદી કર્મનું જોર વધી જાય છે તે પણ પાછું મેક્ષ
For Private And Personal Use Only