________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેઈના મનમાં એવો વિચાર આવે કે, “આખી દુનિયામાં સદ્ગુણે
ફેલાવવા અને દુર્ગણોનો મૂળમાંથી નાશ કરવો.” આવા ચાર નિક્ષેપાએ
વિચારવાળાને ભલામણ છે કે, તેણે ઉત્તમ અધ્યાત્મ
- અધ્યાત્મજ્ઞાન,
જ્ઞાનનો જગતમાં પ્રકાશ કરવો જોઈએ. અધ્યાત્મજ્ઞાનના નિપાની અપેક્ષાએ ચાર ભેદ પડે છે. નામકળામ, સ્થાપના વ્યાસ,
ધ્યાન અને માવસ્થામ. એ ચારે નિક્ષેપાએ અધયાત્મતત્ત્વનું જ્ઞાન કરવું જોઈએ. નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપ કારણ છે અને ભાવનિક્ષેપ કર્યો છે. નામાદિ ત્રણ નિક્ષેપાએ જે અધ્યાત્મ કહેવાય છે તે ભાવઅધ્યાત્મના હેતુપણે પરિણમે છે. આના ત્રણ નિક્ષેપ વ્યવહારમાં ગણાય છે અને ભાવઅધ્યાત્મને નિશ્ચયમાં સમાવેશ થાય છે. અધ્યાત્મના ગ્રન્થ વગેરેનો દ્રવ્યમાં સમાવેશ થાય છે; કારણ કે અધ્યાત્મના ગ્રંથ વાંચવાથી ભાવઅધ્યાત્મરસની પરિણતિ જાગ્રત થાય છે. જે જે કાર્યમાં જે જે કારણપણે પરિણમે છે તે દ્રવ્ય ગણાય છે, અને કારણે વડે જે જે અંશે કાર્યની પ્રગટતા થાય છે તે તે અંશે તે ભાવ ગણાય છે. જૈન શાસ્ત્રોમાં દરેક નિક્ષેપાની સાપેક્ષપણે ઉપયોગિતા દર્શાવી છે. વિશેષાવશ્યકમાં ચાર નિક્ષેપાની ઉપયોગિતા સંબધી ઘણું વિવેચન કરવામાં આવ્યું છે. દરેક નિક્ષેપાનું સ્વરૂપ 'ઉંડા ઉતરીને તપાસીએ છીએ તે, તેમાંથી કાંઈ જાણવાનું મળ્યાવિના રહેતું નથી. પ્રત્યેક નિક્ષેપાની ઉપયોગિતા સમજવી એ કંઈ સામાન્ય વાત ગણાય નહિ. દુનિયામાં નામ, સ્થાપના અને દ્રવ્ય અધ્યાત્મની– પિતપોતાના કાર્યની અપેક્ષાએ અનcગણી ઉપયોગિતા છે. નામ,
સ્થાપન અને દ્રવ્ય નિક્ષેપાની ઉપયોગિતા સ્વીકાર્યા વિના છુટકે થતો નથી. નૈગમનય અને વ્યવહારનય, દ્રવ્યની ઉપયોગિતા જણાવે છે. દ્રવ્યને અસ્વીકાર કરવામાં આવે તો, નૈગમ, સંગ્રહ અને વ્યવહારનયનો અપલાપ થાય, માટે સાપેક્ષ દૃષ્ટિથી ચારે નિક્ષેપાની ઉપયોગિતા સ્વીકારવા યોગ્ય છે. દ્રવ્યનિક્ષેપો જે ભાવને પ્રકટાવે તો તે ઉપયોગી જાણો. શ્રીમદ્ આનન્દઘનજી ભાવઅધ્યાત્મની ઉપયોગિતા સંબધી ભાર મૂકીને જણાવે છે કે, “નામ અધ્યાતમ, કવન અધ્યાતમ, ૨ - વાત છે રે; માવ માતમ ના ગુણ સાધે, તો તે શું ૪ કંકો રે–નામ, સ્થાપના, દ્રવ્ય એ ત્રણ નિક્ષેપાઓ ભાવનિક્ષેપાની સાથે શૂન્યતાએ ત્યાગ કરવા લાયક છે. શુદ્ધ અધ્યાત્મજ્ઞાનિય વ્યનિપાના કારણની અપેક્ષાએ ઉપાસક છે, પણ જો તેઓ સદાચાર અને વિચારેવડે આત્માને ઉત્તમ બનાવે તો ભાવઅધ્યાતમના દ્વારમાં પ્રવેશ કરનારાઓ ગણું શકાય. આત્માના સગુણ પ્રકટાવવા એ ભાવ, અધ્યાત્મભાવ અવધવો.
For Private And Personal Use Only