________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) અધ્યાત્મમાં ઉંડા ઉતરે. તમારા મનમાં રહેલી શંકાઓ પોતાની મેળે નષ્ટ થઈ જશે.” એક કવિ કહે છે કે, “અધ્યાત્મમાં એ જુ વહે છે કે તે જુસ્સામાં ચઢેલો આત્મા આખા જગતની શહેનશાહિનો પિતે ઉપરી બનીને અપૂર્વ આનન્દરસની ખુમારીમાં હેર મારે છે.” એક કવિ કહે છે કે, “ દુનિયાના અનેક ધર્મપત્થામાંથી સત્યરસને ખેંચનાર અધ્યાત્મજ્ઞાન છે.” એક મહાત્મા કથે છે કે, “મોક્ષમાર્ગની ખરી નિસરણી અધ્યાત્મજ્ઞાન છે.” અધ્યાત્મજ્ઞાનનો માર્ગ પ્રાપ્ત થવો એ કંઈ સામાન્ય કાર્ય નથી. અધ્યાત્મજ્ઞાનના માર્ગ પર ટકી રહેવું તેમજ અધ્યાત્મજ્ઞાનને સ્વાદ લે એ કાંઈ સામાન્ય વાત નથી. આખા જગતમાં સૂર્યની પેઠે સર્વને પ્રકાશ આપવાની ઈચ્છા થતી હોય તે, અધ્યાત્મજ્ઞાનના માર્ગ પર આવે. અધ્યાત્મજ્ઞાન ખરેખર તમારા હૃદયમાં રહેલા અનેક દોષે ટાળવા માટે વૈદ્યની ગરજ પુરી પાડશે.
અધ્યાત્મરસમાં રસીલા બનેલા મનુષ્યોએ પિતાને અધિકાર પુનઃ પુનઃ નિરીક્ષ જોઈએ અને અધિકારપર ગ્ય અનુષ્ઠાને આદરવામાં ખામી ન રાખવી જોઈએ. મનુષ્યના હૃદયને સ્વચ્છ બનાવનાર અધ્યાત્મરસ છે. ચારે તરફ અગ્નિ બળતું હોય અને વચમાં કઈ ઉભે રહીને શીતલતા અનુભવતો હોય ! તે તે અધ્યાત્મજ્ઞાની છે. મનરૂપ માંકડાને વશ રાખવા માટે શાસ્ત્રોમાં અનેક પ્રકારના ઉપાય વર્ણવ્યા છે, પણ તે સર્વેમાં અધ્યાત્મસમાન અન્ય કોઈ ઉપાય નથી. અધ્યાત્મજ્ઞાનરૂપ ભાંગને પીને જેઓ અલમસ્ત બને છે, તેઓ જગતમાં કેઈની સ્પૃહા રાખતા નથી. અધ્યાત્મભાંગને પીનારાઓ (બાહ્યદષ્ટિએની અપેક્ષાએ ઉલટી આંખે દેખનારા અધ્યાત્મજ્ઞાનીઓ) પરમાત્માનું દર્શન કરીને અખંડાનન્દમાં મસ્ત રહે છે. જ્યાં અન્તરથી આત્મધમની ઉપગ ધારા વહેતી હોય, ત્યાં આનન્દનું શું પૂછવું? વિવેકી મનુષ્ય છેલ્લામાં છેલ્લી આનન્દમય અધ્યાત્મજ્ઞાનની શોધ કરીને તૃપ્ત બને છે. મનુષ્યની જેમ જેમ સૂમ દષ્ટિ થતી જાય છે, તેમ તેમ તેઓ આત્મતત્વના જ્ઞાનમાં ઠેઠ ઉંડા ઉતરતા જાય છે અને અન્તરને પરમાનન્દરસ આસ્વાદે છે. જે મનુષ્યની ઉત્તમોત્તમ અધ્યાત્મદષ્ટિ ખીલતી જાય છે તેઓની દષ્ટિમાં, ઘણું શુદ્ધતા થવાથી તેઓ મનુબેના સગુણોને શોધી શકે છે અને દેથી દૂર રહે છે, તેમજ અનાદિકાલથી અન્તરમાં પરિણામ પામેલી એવી દેષદષ્ટિને મૂળમાંથી ઉખેડી નાખે છે.
For Private And Personal Use Only