________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) ભેગવી શકતી નથી અને તેનાવિના બાહ્ય અને અન્તર એ બે દશામાં પણ જગતમાં અશાન્તિ વ્યાપે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ મેઘની સર્વ ભવ્યજીવો ઈછા ધારણ કરે છે. જેને અશાન્તિમાં આનન્દની માન્યતા હોય છે તેઓ અધ્યાત્મજ્ઞાનરૂપ મેઘને ઈચ્છતા નથી. અધ્યાત્મજ્ઞાનરૂપ મેઘની વૃષ્ટિ ખરેખર પુકરાવર્ત મેઘની વૃષ્ટિ કરતાં અનર તગણ ઉત્તમ છે. અધ્યાત્મજ્ઞાનને નદીની ઉપમા આપવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ નદીમાં મનુષ્યો સાન કરે છે અને અસંખ્ય પ્રદેશરૂપ શરીરે નિર્મળ બને છે. અધ્યાત્મજ્ઞાનરૂપ નદીનો પ્રવાહ જગતમાં વહ્યા કરે છે અને તે અન્ય જીવોને સહાય આપે છે. નદીથી જેમ ખેતરને પાણી મળે છે અને ખેતી પુષ્કળ પાકે છે, તેમ અધ્યાત્મજ્ઞાનરૂપ નદીના શુભ અધ્યવસાયરૂપ જલથી અનેક મનુષ્યોનાં હૃદયક્ષેત્ર પોષાય છે અને તેથી, મનુષ્યોના હૃદયક્ષેત્રમાં ધર્મની ખેતી પાકે છે. બાવનાચંદન કરતાં પણ અધ્યાત્મજ્ઞાનની અલૌકિક ઉત્તમતા છે. કડાઈમાં ઉભું કરેલા પાંચમ તેલમાં બાવનાચંદનના નો છાંટો પાડવામાં આવે છે તે, ઉભું થએલું લાલચોળ તેલ પણ ઠંડું થઈ જાય છે; તેપ્રમાણે મનુષ્યોની હૃદયરૂપ કડાઈમાં આત્માની પરિણતિ ખરેખર. ક્રોધરૂપ અશિથી લાલચોળ બની જાય છે, પણ અધ્યાત્મજ્ઞાન ભાવનારૂપ બાવનાચંદનરસના છાંટાઓને તેમાં પાડવામાં આવે છે તોઆત્મામાં અત્યંત શાંતતા ઉત્પન્ન થાય છે. અધ્યાત્મજ્ઞાનરૂપ બાવના ચંદનને પામીને કરગડુએ કોઇને છતી કેવલજ્ઞાન પ્રગટાવ્યું હતું. ચંડરૂદ્રાચાર્યના શિષ્ય, અધ્યાત્મજ્ઞાનરૂપ બાવનાચંદનના રસવડે પોતાના હૃદયમાં શીતળતા ધારણ કરીને કેવલજ્ઞાનરૂપ લક્ષ્મીને ધારણ કરી હતી.
મનુષ્પો, અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃતરસથી પોતાના આત્માને નવું
જીવન અપે છે અને પિતાના આત્માને સદાકાલને માટે અધ્યાત્માને સુખી બનાવે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃતરસનું પાન મૃતરસ.'
જેઓ કરતા નથી તેઓ વિષયરૂપ ઝેરનું પાન કરે છે અને પિતાની જીંદગીને દુઃખમય બનાવીને પરભવમાં પણ દુઃખના ભક્તા બને છે. પંચેન્દ્રિય વિષયસુખ તો ખરેખર ઝેર સમાન છે; તેમાં સદાકાલ રક્ત થવાથી અનન્તકાલ પર્યન્ત દુઃખના ભતા બનવું પડે છે. પંચેનિદ્રય વિષયસુખ ભોગવવામાં અનેક જીવ સદાકાલ પ્રયત્ન કર્યા કરે છે; તેમાંથી મુક્ત કરાવનાર અમૃતરસ કરતાં અધિક અધ્યાત્મરસ છે. આત્મસુખની પ્રતીતિ કરાવીને આત્મામાં રમણુતા કરાવનાર ઉત્તમમાં ઉત્તમ અધ્યાત્મરસ છે. વૃક્ષમાં વહેતે રસ જેમ
For Private And Personal Use Only