________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર ) આપી શકાય છે. મેરૂપર્વતનું ધૈર્ય પણ અધ્યાત્મજ્ઞાનની આગળ હીસાબમાં નથી. અધ્યાત્મજ્ઞાનથી મનુષ્યમાં ઘેર્યશક્તિની ઉત્પત્તિ થાય છે અને તેથી તેઓ મોટાં મોટાં ધર્મકાર્યો કરવાને શક્તિમાનું થાય છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મશક્તિને વિશ્વાસ આવે છે અને તેથી ધર્મનાં કાર્યોમાં જે જે વિઘો આવે છે તેઓને મારી–હડાવી દેવામાં આવે છે, અને તેથી કરેલા નિશ્ચયથી મન પાછું હઠતું નથી. હાથમાં લીધેલા કાર્યને કાયર મનુષ્યો વિઘો આવે છતે તજી દે છે અને ઉત્તમ અધ્યાત્મજ્ઞાની મનુષ્યો તે, પ્રાણુતે પણ હાથમાં લીધેલા કાર્યને ત્યજી દેતા નથી. પિતાની શક્તિમાં વિશ્વાસ ધારણ કરાવનાર અધ્યાત્મજ્ઞાન છે. મેરૂ પર્વત જેમ પોતાના સ્વાસ્થાનને ત્યાગ કરતો નથી તેમ અધ્યાત્મજ્ઞાન પણું આત્માને તજી અન્યત્ર જતું નથી. કલ્પવૃક્ષની પેઠે અધ્યાત્મજ્ઞાન ખરેખર મનુથોને વાંછિત ફલ અર્પે છે. કલ્પવૃક્ષ કરતાં અધ્યાત્મજ્ઞાનની મહત્તા કંઈ જુદા જ પ્રકારની છે. અધ્યાત્મજ્ઞાનથી નિત્ય સુખની પ્રાપ્તિ થાય છે; એ લકત્તર પદ કદી કલ્પવૃક્ષ પણ આપવાને માટે શક્તિમાન થતું નથી. બહિર્બાગ કરતાં અન્તમાં રહેલ અધ્યાત્મજ્ઞાનરૂપ બાગની શેભા ઉત્તમ અને જુદા પ્રકારની છે. બાહ્યબાગમાં જેમ અનેક પ્રકારના વેલાઓ શેભી રહેલા હોય છે અને તેમાં પ્રવેશ કરનારને જેમ શીતલતા અને સુગંધનો લાભ મળે છે, તેમ અધ્યાત્મજ્ઞાનરૂપ બાગમાં સમતાની શીતલતા અને ધ્યાનની સુગંધ મહામહે છે; અધ્યાત્મબાગમાં પ્રવેશ કરનારને તેનો લાભ મળ્યા વિના રહેતો નથી. અધ્યાત્મજ્ઞાન ખરેખર મેઘના સમાન ભવ્ય મનુષ્યના જીવનનો આધાર છે. મેઘથી આખી દુનિયા જીવે છે તેમ અધ્યાત્મજ્ઞાનથી ભવ્ય જીવો ભાવપ્રાણ ધારણ કરીને જીવી શકે છે. મેઘથી જેમ પૃથ્વીપર સર્વત્ર બીજે ઉગી નીકળે છે અને તેથી પૃથ્વી લીલીછમ જેવી દેખાય છે, તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાનરૂપ મેઘથી અતરાત્મારૂપ પૃથ્વીમાં અનેક સ નાં બીજે ઉગે છે અને તેથી અન્તરાત્મામાં સર્વત્ર ગુણાની શેભા વ્યાપી રહે છે. ભવ્યમાં સર્વ પ્રકારના ગુણોના એકરાઓને પ્રકટાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. જેમ મેઘવિના જગતમાં દુષ્કાળ પડે છે અને જ્યાં ત્યાં મારામારી પ્રસરે છે અને તેથી જગમાં મરણ, ખેદ, શોક અને અશાતિનું જોર વધતું જણાય છે તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાનરૂપ મેઘની ભવ્યપર વૃષ્ટિ થયાવિના મમત્વભાવરૂપ દુષ્કાળનું જોર વધે છે, અને રાગ-દ્વેષ-ઈષ્ય-નિન્દા-કલેશ વગેરે ચોરનું જોર વધે છે. ભાવપ્રાણને જીવાડનાર એવા “અધ્યાત્મજ્ઞાનરૂપ મેઘવિના ભવ્યજીવોના ભાવપ્રાણ રહેતા નથી. દયા વગેરે ભોજ્ય પદાર્થોવિના દુનિયા શાંતિ
For Private And Personal Use Only